Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

રાજ્યના ત્રણ જિલ્લામાં અત્યાર સુધી 25 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો :વલસાડમાં 33 ઇંચ, નવસારીમાં 29 ઇંચ અને ડાંગમાં 25 ઇંચ વરસાદ

તાલુકા પ્રમાણે કપરાડામાં સૌથી વધુ ૪૩.૭૭ ઈંચ, ઉમરગામમાં ૩૬.૮૧ ઈંચ, ખેરગામમાં ૩૪.૭૬ ઈંચ અને વાપીમાં ૩૪.૧૩ ઈંચ વરસાદ

dir="ltr">અમદાવાદ : રાજ્યના ૩ જિલ્લા એવા છે જ્યાં ૨૫ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં ૩૩.૭૦ ઈંચ સાથે વલસાડ-૨૯.૨૫ ઈંચ સાથે નવસારી-૨૪.૪૦ ઈંચ સાથે ડાંગનો સમાવેશ થાય છે. તાલુકા પ્રમાણે જોવામાં આવે તો કપરાડામાં સૌથી વધુ ૪૩.૭૭ ઈંચ, ઉમરગામમાં ૩૬.૮૧ ઈંચ, ખેરગામમાં ૩૪.૭૬ ઈંચ અને વાપીમાં ૩૪.૧૩ ઈંચ સાથે સૌથી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે
 બીજીતરફ રાજ્યમાં માત્ર ૧ તાલુકો જ એવો છે જ્યાં ૩૯.૩૭ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સિવાય ૨૫ તાલુકામાં ૧૯.૭૨થી ૩૯.૩૭ ઈંચ, ૮૮ તાલુકામાં ૯.૮૮થી ૧૯.૬૮ ઈંચ, ૯૬ તાલુકામાં ૪.૯૬ ઈંચથી ૯.૮૪ ઈંચ અને ૩૯ તાલુકામાં ૨થી ૪.૯૨ ઈંચ વરસાદ નોંધાઇ ચૂક્યો છે
(10:36 am IST)