Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

અમદાવાદમાં શહેરમાં 3 મહિના બાદ પહેલીવાર 145થી ઓછા કેસ નોંધાયા

નવા કેસ સામે લગભગ અઢી ગણા દર્દીઓ રિકવર થયા

અમદાવાદ : શહેર જિલ્લામાં એક સમયે કોરોનાના 250થી વધારે કેસ નોંધાયા હતા. જો કે હવે નવા કેસ 170થી 190 ની વચ્ચે આવી રહ્યા છે. આજે શહેર અને જિલ્લામાં 184 કુલ કેસ આવ્યા છે. 4 દર્દીના મોત નિપજ્યાં છે. જ્યારે 463 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. નવા કેસ સામે લગભગ અઢી ગણા દર્દીઓ રિકવર થયા છે.

અમદાવાદમાં ત્રણ મહિના (95 દિવસ) બાદ એવું થયું છે કે, 145થી ઓછા કેસ નોંધાયા છે. આ અગાઉ 22 એપ્રીલે શહેરમાં 128 કેસ નોંધાયા હતા. 26 જુલાઇની સાંજથી 27 જુલાઇ સાંજ સુધીમાં શહેરમાં 144 જ્યારે જિલ્લામાં 40 કેસ મળીને કુલ 184 કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 4 દર્દીના મોત નિપજ્યાં છે. 454 અને જિલ્લાનાં 9 દર્દી કુલ થઇને 463 દર્દી ડિસ્ચાર્જ થયા છે. અત્યાર સુધીમાં શહેર અને જિલ્લામાં કુલ કેસનો આંકડો 25876 અને મૃત્યુઆંક 1579 થયો છે. કુલ 20954 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે.

આ અગાઉ 7 જુલાઇ,11 જુલાઇ, 12 જુલાઇએ 4-4 મોત નિપજ્યાં છે. 13 જુલાઇએ 3 મોત, 14 જુલાઇએ 3 મોત, 15 જુલાઇએ 2, 18 જુલાઇએ 4, 20 જુલાઇએ 4, 22 જુલાઇએ 3 , 24 જુલાઇએ 3, 25 જુલાઇએ 4, 26 જુલાઇએ 3, 27 જુલાઇએ 4 દર્દીનાં મોત નિપજ્યાં છે. 20 દિવસમાં 13 વાર 4 કે 4થી ઓછા મોત નોંધાયા છે.

(12:32 am IST)