Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

રાજસ્થાન સરકારે રતનપુર બોર્ડર ફરી સીલ કરી : અચાનક બોર્ડર સીલ કરતા ગુજરાત આવતા મુસાફરો અટવાયા

બોર્ડર પર અંદાજે 250 કાર ફસાઈ: તમામ લોકોની કારને બોર્ડર પર જ રોકી દેવાઈ

અમદાવાદ : રાજયમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને જોતા રાજસ્થાન સરકારે ફરી એકવાર રાજસ્થાન બોર્ડર સીલ કરી છે.રાજસ્થાન બોર્ડર સીલ કરતા ગુજરાત આવતા તમામ લોકોની કારને બોર્ડર પરજ રોકી દેવામાં આવ્યા હતા.

સોમવારના રોજ રાજસ્થાન સરકારે ફરી એકવાર રતનપુર બોર્ડર સીલ કરી દીધી છે.રાજસ્થાનથી આવતા ગુજરાતના લોકો બોર્ડર પર જ અટવાયા હતા. રાજસ્થાનની બોર્ડર પર અંદાજે 250 કાર ફસાઈ ગઈ હતી.રાજસ્થાન સરકાર દ્વારા અચાનક બોર્ડર સીલ કરતાં અનેક લોકોની મુશ્કેલી વધી ગઈ હતી.

જો કે આ અંગે મળતી માહિતી પ્રમાણે, રાજસ્થાનમાં ચાલતી રાજકીય ખેંચતાણને કારણે બોર્ડર સીલ કરી દેવાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.જો કે આ પાછળનું સત્તાવાર કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું.રાજસ્થાનની સરકારનાં આ તઘલખી નિર્ણયને કારણે અનેક ગુજરાતીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

 થોડાક દિવસો પહેલા પણ રાજસ્થાન બોર્ડર સીલ કરવામાં આવી હતી.જેમાં રાજસ્થાનમાં કોરોનાના કેસો વધતા આ નિર્ણંય લેવામાં આવ્યો હતો.જો કે તે સમયે , માત્ર પાસ ઇસ્યુ કરાયેલ માલવાહક વાહનોને જ રાજસ્થાનમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો.

(10:47 pm IST)