Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

રાજ્યમાં કોરોનાનો આતંક યથાવત : નવા 1052 કેસ પોઝીટીવ : કુલ કેસની સંખ્યા 56,874 થયો : વધુ 22 લોકોના મોત : મૃત્યુઆંક 2348

સુરતમાં સૌથી વધુ 258 કેસ, અમદાવાદમાં 184 કેસ, વડોદરામાં 96 કેસ, રાજકોટમાં 74 કેસ,સુરેન્દ્રનગરમાં 30 કેસ, દાહોદ-પાટણમાં 27-27 કેસ અને ભરૂચ-ગાંધીનગરમાં 24-24 કેસ તેમજ અમરેલી,આ વધુ 22 કેસ નોંધાયા : વધુ 1015 દર્દીઓ સાજા થતા કુલ 41,380 લોકોએ કોરોનાને મ્હાત આપી

અમદાવાદ : રાજ્યમાં કોરોના બેફામ બન્યો છે આજે વધુ 1052 કેસ પોઝિટિવ નોંધાયા છે છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 22 લોકોના જીવ લીધા છે  આ સાથે  મૃત્યુઆંક 2348 થયો છે જોકે આજે પણ રાજકોટના મૃત્યુઆંકનો ઉલ્લેલખ નથી

રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 13,146 આ એક્ટિવ કેસમાંથી 13,065 દર્દી સ્ટેબલ છે જ્યારે 81 દર્દી વેન્ટીલેટર પર છે. આજે વધુ 1015 દર્દીઓ સાજા થતા રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 41,380  લોકોએ કોરોનાને મ્હાત આપી આપી છે જ્યારે 2348 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે.

 આજે નોંધાયેલા નવા કેસમાં પણ સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 204 કેસ છે જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 144 કેસ છે. જયારે સુરત જિલ્લાના થઈને કુલ કેસ 258 થયા છે  અમદાવાદ જિલ્લામાં 184 કેસ નોંધાયા છે વડોદરામાં 96 કેસ, રાજકોટમાં 74 કેસ,સુરેન્દ્રનગરમાં 30 કેસ, દાહોદ-પાટણમાં 27-27 કેસ અને ભરૂચ-ગાંધીનગરમાં 24-24 કેસ તેમજ અમરેલી,આ વધુ 22 કેસ નોંધાયા છે 

(7:56 pm IST)