Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

નર્મદા જિલ્લામાં સોમવારે નવા ૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : ૧૦ દર્દી સાજા થતા રજા અપાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વધતા કોરોના ના સંક્રમણ ના કારણે રાજપીપળા ના કેટલાક વિસ્તારો સંપૂર્ણ પણે સીલ કરાયા છે.નર્મદા જિલ્લામાં આજે વધુ ૬ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ આજે ૬ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં ૩ દર્દી રાજપીપળા ૧ કેવડિયા કોલોની ૧ માંગરોળ ૧ આમદલા સહિત કુલ ૬ દર્દી નર્મદા જિલ્લા માં પોઝિટિવ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં હાલ ૬૦ દર્દીઓ સારવાર હેઠળ છે અને કોવિડ કેર સેન્ટર માં ૫૯ દર્દી દાખલ છે આજે ૧૦ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં ૨૦૧ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે સાથેજ નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંકડો ૩૨૫ એ પોહોચ્યો છે આજે વધુ ૧૪૩ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(7:39 pm IST)