Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

ગુજરાત રાજયના પોલીસવડા શિવાનંદ ઝા દ્વારા એક નવો પદક આપવાની પહેલઃ ઉત્કૃષ્ઠ કામગીરી બદલ ૧૧૦ પોલીસ અધિકારીઓને ''ડીજીપી'' ચંદ્રક અર્પણઃ દર વર્ષે ચુનંદા અધિકારીઓને ચંદ્રક અપાશેઃ ગુજરાત આવા પદક આપનાર સાતમુ રાજય

રાજકોટ તા. ર૭ : હાલમાં રાજયના તમામ સંવર્ગના પોલીસ અધિકારીઓ કવારા કોરોના મહામારી સામેની લડાઈમાં ખંત અને સાહસ સાથે ખૂબ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. તેવી જ રીતે તમામ તહેવારોમાં, મહત્વના બંદોબસ્તમાં, કોઈ આંદોલન કે કાયદો- વ્યવસ્થાના પ્રશ્નો વખતે પોલીસ હંમેશા ખડેપગે હોય છે. પોલીસની આવી ઉત્તમ કામગીરીને બિરદાવવા અને તેમનું મનોબળ વધારવા રાજયના પોલીસ વડાશ્રી શિવાનંદ ઝા દ્રારા એક નવો પદક આપવાની પહેલ કરવામાં આવી છે. રાજયના પોલીસ દળમાંથી ઉમદા કામગીરી કરનાર તમામ સંવર્ગના પોલીસ અધિકારીઓ માટેના આ ખાસ પોલીસ ચંદ્રકને ડી.જી.પી. કમેન્ડેશન ડીસ્ક (“DGP’s Commendation Disc” ) તર્રીકે ઓળખવામાં આવે છે. દેશના આસામ, હિમાચલ પ્રદેશ, પંજાબ, ત્રિપુરા, ઉત્ત્।ર પ્રદેશ, અને કેરાલા જેવા રાજયો તથા સીમા સુરક્ષા બળ અને સી.આર.પી.એફ જેવા પેરામીલટરી દળોમાં આવો પદક આપવામાં આવે છે. હવે ગુજરાત પણ આવો ચંદ્રક આપનાર ૭મું રાજય બનેલ છે.

તમામ સવર્ગના પોલીસ અધિકારીઓ દ્વારા થતી સારી કામગીરીને બિરદાવવામાં આવે અને પોલીસઅધિકારીની ફરજ નિષ્ઠાને સમાજમાં એક ઓળખ મળે તે માટે કોઈ વિધિવત સન્માન આપવાની બાબત રાજય પોલીસ વડા દ્વારા ઘણા સમયથી વિચારણાધીન હતી. હાલ સુધી પોલીસ અધિકારીઓ માટે, દેશના રાષ્ટ્રપતિશ્રી દ્રારા આપવામાં આવતાં વિશિષ્ઠ સેવા મેડલ તથા પ્રશંસનીય સેવા મેડલ સિવાય અન્ય કોઈ એવોર્ડ, પદક કે સન્માન આપવામાં આવતું ન હતું. રાષ્ટ્રપતિશ્રી દ્રારા અપાતાં આ પોલીસ ચંદ્રકોની સંખ્યા પોલીસ જવાનોની સંખ્યા સામે દ્યણી ઓછી રહેતી હોવાથી ઘણી વખત તમામ લાયક પોલીસ અધિકારીઓને મેડલ પસંદગીમાં સમાવી શકાતા નથી. જેથી આ ચંદ્રકો ઉપરાંત, ગુજરાત પોલીસ દળમાંથી સારું કામ કરનાર અધિકારીઓ માટે આ 'GP's Commendation Disc' એનાયત કરવાની પ્રથા શરૂ કરવા માટે ડી.જી.પી. દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. આ માટે સરકારશ્રીને જરૂરી દરખાસ્ત કરવામાં આવી હતી  અને બાદમાં રાજયના ગૃહ વિભાગ દ્વારાCommendation Discs નું સન્માન અધ્રિકૃત રીતે આપવા મંજૂરીની મહોર મારવામાં આવી હતી. હવે દર વર્ષે આ પદક   આપવામાં આવશે. કોઇપણ સંવર્ગના એક પોલીસ અધિકારીને એકથી વધુ વખત પણ આ પદક આપી શકાશે.

             પહેલી વખત પદક મેળવનારને સીલ્વર મેડલ અને બીજી વખત આ સન્માન મેળવનારને ગોલ્ડન પદક આપવામાં આવશે. આ પદકને પોલીસ અધિકારી પોતાના યુનિફોર્મ ઉપર પણ લગાવી શકશે. તમામ સંવર્ગના પોલીસ અધિકારીઓમાંથી આ સન્માન માટે યોગ્ય પોલીસ અધિકારી પસંદ કરવા માટેની એક પ્રક્રિયા નિયત કરવામાં આવેલ છે. ઉપરાંત કેવા પ્રકારની કામગીરી બદલ આ ચંદ્રક આપી શકાય તે અંગેના ધોરણો પણ નિશ્ચિત થયેલ છે. જેમાં સાહસ અને વીરતાનું વિશેષ કામ, અધરા અને અટપટા ગુના ઉકેલવા, કુદરતી આફતો વખતે સારી બચાવ કામગીરી કરવી, નવતર અભિગમ અને ઉચ્ચ પ્રકારના કૌશલ્ય સાથેની ખંતપૂર્વકની કામગીરી, સ્વચ્છ સર્વિસ રેકોર્ડ જેવા અનેક પાસાઓ તથા કાબેલિયત ધ્યાનમાં લઇને વિજેતાની પસંદગી કરવામાં આવે છે. આ સન્માન માટે પોલીસન ડ્રાઇવરથી લઇને હથિયારી, બિનહથિયારી અને એસ. આર. પી. કોન્સ્ટેબલથી લઇને તમામ ઉચ્ચ અધિકારીઓની પસંદગી થઇ શકે છે. આ ધોરણો અન્વયે સમગ્ર રાજયમાંથી ઉમદા કામગીરી કરનાર તમામ સંવર્ગના પોલીસ અધિકારીઓના નોમીનેશન મંગાવવામાં આવેલ હતાં, અને તેના અધારે ગૃહ વિભાગ દ્વારા ઠરાવ્યા પ્રમાણેની એક પસંદગી સમિતિ દ્વારા ચાલુ વર્ષ માટે  DGP's Commendation Disc  મળવા યોગ્ય  કુલ ૧૧૦ તમામ સંવર્ગના પોલીસ અધિકારીઓનું ચયન કરવામાં આવેલ છે.

આજરોજ ૧૨ કલાકે ગુજરાત પોલીસ કરાઈ ખાતે પસંદગી પામેલા પોલીસ અધિકારીઓને આ ચંદ્રક આપવા માટે એક ખાસ કાર્યક્રમમ યોજાયો હતો. જેમાં ચાલુ વર્ષ માટે જે ૧૧૦- પોલીસ અધિકારીઓને ડી.જી.પી. ડિસ્ક રૂપે આ એવોર્ડ આપવામાં આવેલ હતો. યોગ્ય સોશ્યીલ ડીસ્ટન્સ જળવાય તે માટે કરાઈ ખાતેના વિશાળ ઓડીટોરીયમમાં અલગ-અલગ ટીમમાં વિજેતા અધિકારીઓને હાજર રાખીને, પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા દ્વારા દરેક વિજેતાને આ ચંદ્રક તથા પ્રમાણપત્ર આપવામાં આવેલ હતું. કોવિડ-૧૯ને ધ્યાનમાં લઈને આ કાર્યક્રમમાં કોઈ મહેમાનો અથવા

પોલીસ અધિકારીઓના પરિવારજનોને હાજર રાખવામાં આવેલ ન હતા. કુલ વિજેતાઓમાં અલગ- અલગ સંવર્ગના પોલીસ અધિકારીઓ સામેલ છે, જેમાં એડીશનલ ડીજી - ર, આઈજી- પ, ડીઆઈજી- ૧, એસપી-૬, ડીવાયએસપી- ૧૬, પીઆઈ-૧૬, પીએસઆઈ-૧૦, એએસઆઈ-૧૦, હેડ કોન્સ્ટેબલ-૨૨, તથા કોન્સ્ટેબલ-રર નો સમાવેશ થાય છે. ચંદ્રક વિજેતા અધિકારીઓના નામની વિગત

આ સાથે અલગથી સામેલ છે. પદક મેળવનાર તમામ અધ્ધિકારીઓને પોલીસ મહાનિદેશક શ્રી શિવાનંદ ઝા દ્રારા અભિનંદન આપવામાં આવેલ હતા અને એવો વિશ્વાસ વ્યકત કરવામાં આવેલ હતો કે, ભવિષ્યમાં પણ પોલીસ કવારા ઉત્ત્।મ સેવા આપીને રાજય અને દેશનું ગૌરવ વધારવામાં આવે. આ કાર્યક્રમનેKU Bhnd Conference મારફતે રાજયના તમામ શહેર/જિલ્લા/રેન્જ કચેરીઓ તથા પોલીસ સ્ટેશન અને એકમોમાં તમામ સંવર્ગના પોલીસ અધિકારીઓ દ્વારા નિહાળવામાં આવ્યો હતો.

ડીજીપી ચંદ્રક પ્રાપ્ત કરનારા ૧૧૦ અધિકારીઓ

રાજકોટ તા. ર૭ : ડીજીપી ચંદ્રક પ્રાપ્ત કરનારા ૧૧૦ અધિકારીઓના ના નીચે મુજબ છે.

(7:08 pm IST)
  • સેનાએ નાગરીકો માટે ખોલ્યો સીયાચીનનો રસ્તો :ગલવાન ઘાટીના પશ્ચિમમાં આવેલો છે સીયાચીન ગ્લેશિયર : સીયાચીન બેસ કેમ્પ અને કુમાર પોસ્ટ સુધી જવાની મંજૂરી : ચીન સાથે તણાવ વચ્ચે સેનાની મંજૂરી access_time 2:41 pm IST

  • આઈસીસીએ વર્લ્ડકપ સુપર લીગની જાહેરાત કરીઃ ૩૦મીથી ઈંગ્લેન્ડ- આયરલેન્ડ વચ્ચેની વન-ડે સીરીઝથી પ્રારંભ access_time 4:18 pm IST

  • શેર બજારમાં મોટું પરિવર્તન આવે છે : સેબીએ 'ડાયરેકટર માર્કેટ એકસેસ સીસ્ટમ્સ' ડેવલપ કરી : આ સિસ્ટમ્સ દ્વારા રોકાણકાર (ઈન્વેસ્ટર) હવે શેર દલાલ (સ્ટોક બ્રોકર)ને બદલે સીધા ૪ સ્ટોક એકસચેન્જમાંથી ટ્રેડ કરી શકશે access_time 12:36 pm IST