Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

સૌરાષ્ટ્ર વિભાગનું આ નવીનતમ કાર્યાલય ભાજપા સંગઠનનું પાવરહાઉસ બની લોકસેવા અને રાષ્ટ્રસેવાના કાર્યોને વધુને વધુ વેગ આપશે : રૂપાણી

પ્રદેશ પ્રમુખ સી.આર,પાટિલના અધ્યક્ષ સ્થાને રાજકોટ-સૌરાષ્ટ્ર વિભાગના કાર્યાલયનું ઈ-ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી રૂપાણી

ગાંધીનગર : આજરોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને રાજકોટ મહાનગર તેમજ સૌરાષ્ટ્ર વિભાગના કાર્યાલયનું ઈ-ખાતમુહૂર્ત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે ગાંધીનગર ખાતેથી ડિજિટલ માધ્યમ દ્વારા કરવામાં આવ્યું.છે

 

  નવા કાર્યાલયના નિર્માણ બાદ નવીનતમ કાર્યપદ્ધતિ સાથે કાર્ય કરીને કાર્યકર્તાઓ દ્વારા સર્વસ્પર્શી, સર્વવ્યાપી સંગઠનલક્ષી કામગીરી વધુ વેગવંતી થશે, નવા પ્રતિભાશાળી કાર્યકર્તાઓનું નિર્માણ થશે, ભાજપાનો વ્યાપ વધુ વધશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વ્યક્ત કર્યો હતો
  કાર્યકર્તા,કાર્યાલય, કોષ અને કાર્યક્રમ, સંગઠનની વ્યવસ્થા મજબૂત બનાવવા માટે આ ચાર બાબત ખૂબ જ મહત્વપૂર્ણ છે.તેમ જણાવી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે સૌરાષ્ટ્ર વિભાગનું આ નવીનતમ કાર્યાલય ભાજપા સંગઠનનું પાવરહાઉસ બની લોકસેવા અને રાષ્ટ્રસેવાના કાર્યોને વધુને વધુ વેગ આપશે.

  વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે ભાજપા એકમાત્ર રાજકીય પાર્ટી છે જેમાં કાર્યકર્તાઓને એકબીજા પ્રત્યે પ્રેમ,લાગણી અને આત્મીયતા છે, અને સૌ એક પરિવારની જેમ એક બનીને રાષ્ટ્રહિતમાં કાર્ય કરે છે.

 આપણે એવો સમય પણ જોયો છે કે કાર્યકર્તાઓના ઘરના રૂમમાં પક્ષનું કાર્યાલય ચાલતું હતું,આજે લાખો કાર્યકર્તાઓના સંઘર્ષ, ત્યાગ, બલિદાનના કારણે ભાજપા આજે વિશાળ વટવૃક્ષ બન્યું છે અને આજે રાજકોટ ખાતે અદ્યતન સુવિધા સાથેના ભવ્ય કાર્યાલયનું નિર્માણ થવા જઇ રહ્યું છે તેમ પ્રદેશ અધ્યક્ષસી.આર.પાટીલએ જણાવ્યું હતું તેઓએ કહ્યું હતું કે

  આજરોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને રાજકોટ મહાનગર તેમજ સૌરાષ્ટ્ર વિભાગના કાર્યાલયનું ઈ-ખાતમુહૂર્ત રાજ્યના મુખ્યમંત્રીવિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે ગાંધીનગર ખાતેથી ડિજિટલ માધ્યમ દ્વારા કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા અને રાજકોટ મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલિબેન રૂપાણી ઉપસ્થિત રહ્યાં હતાં.
  મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, જનસંઘના સમયે રાજકોટમાં એસ.ટી. બસ સ્ટેન્ડની સામે એક નાનકડા રૂમમાં કાર્યાલય હતું, કાર્યકર્તાઓના અથાક પરિશ્રમથી આજે ભાજપાનો વ્યાપ વધી રહ્યો છે, આપણે વિશ્વની સૌથી મોટી રાજનૈતિક પાર્ટી બન્યા છીએ ત્યારે આજે રાજકોટ મહાનગર અને સૌરાષ્ટ્ર ઝોનનું ૬૦ હજાર ચોરસ ફૂટ જેટલું વિશાળ કાર્યાલય બનવા જઈ રહ્યું છે,ત્યારે હું રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના ભાજપાના તમામ કાર્યકર્તાઓને નવા કાર્યાલયના નિર્માણ માટે શુભકામનાઓ પાઠવુ છું
 રૂપાણીએ જણાવ્યું હતું કે, કાર્યકર્તા,કાર્યાલય, કોષ અને કાર્યક્રમ, સંગઠન ની વ્યવસ્થા મજબૂત બનાવવા માટે આ ચાર બાબત ખૂબ જ મહત્વપૂર્ણ છે ત્યારે આ ભવ્ય કાર્યાલય ની દીવાલો નું મહત્વ નથી પણ કાર્યાલયની અંદર ચાલતી પ્રવૃત્તિઓ સર્વસ્પર્શી,સર્વવ્યાપી બને, પ્રજાહિતમાં કાર્યકર્તાઓ વધુ સુદ્રઢ રીતે પોતાનું યોગદાન આપે તે પ્રકારનું આયોજન કરવામાં આવે અને ભવિષ્યમાં રાજકોટ મહાનગર અને સૌરાષ્ટ્રનું આ નવીનતન કાર્યાલય ભાજપા સંગઠનનું પાવરહાઉસ બની લોકસેવા અને રાષ્ટ્રસેવાના કાર્યોને વધુને વધુ વેગ આપશે.ભાજપા એકમાત્ર રાજકીય પાર્ટી છે જેમાં કાર્યકર્તાઓને એકબીજા પ્રત્યે પ્રેમ,લાગણી અને આત્મીયતા છે, અને સૌ એક પરિવારની જેમ એક બનીને રાષ્ટ્રહિતમાં કાર્ય કરે છે.

  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, નવા કાર્યાલયના નિર્માણ બાદ નવીનતમ કાર્યપદ્ધતિ સાથે કાર્ય કરીને વિવિધ સંગઠનલક્ષી કામગીરી વધુ વેગવંતી થશે, નવા પ્રતિભાશાળી કાર્યકર્તાઓનું નિર્માણ થશે, ભાજપાનો વ્યાપ વધુ વધશે

  ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ખાતમુહૂર્ત સમારોહમાં ઉપસ્થિત સૌ આગેવાનશ્રીઓ અને કાર્યકર્તાઓને રાજકોટ મહાનગર અને સૌરાષ્ટ્ર વિભાગના નવા કાર્યાલયના નિર્માણ માટે  શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, આપણે એવો સમય પણ જોયો છે કે કાર્યકર્તાઓના ઘરના રૂમમાં પક્ષનું કાર્યાલય ચાલતું હતું ,આજે લાખો કાર્યકર્તાઓના સંઘર્ષ, ત્યાગ અને બલિદાનના કારણે ભાજપા આજે વિશાળ વટવૃક્ષ બન્યું છે.આજે રાજકોટ ખાતે અદ્યતન સુવિધા સાથેના ભવ્ય કાર્યાલયનું નિર્માણ થવા જઇ રહ્યું છે ત્યારે હું સૌ વરિષ્ઠ આગેવાનઓ અને સિનિયર કાર્યકર્તાઓ કે જેમણે કઠિન પરિસ્થિતિઓનો સામનો કરીને ભાજપાની વિચારધારાનો વ્યાપ વધારી એક વૃક્ષની જેમ પાર્ટીનો ઉછેર કર્યો તે સૌને હું અભિનંદન પાઠવું છું.

પાટીલે જણાવ્યું હતું કે, મને વિશ્વાસ છે કે ભવિષ્યની જરૂરિયાતોને અનુલક્ષીને તમામ સુવિધાઓથી સજ્જ આ નવીન કાર્યાલય આગામી સમયમાં રાજકોટ અને સૌરાષ્ટ્ર ઝોનમાં ભાજપાની કામગીરીમાં કડીરૂપ સાબિત થશે.શ્રી પાટીલે સુનિયોજિત રીતે કાર્ય કરીને નવીન કાર્યાલયનું બાંધકામ નક્કી કરેલ સમયમર્યાદા કરતા વહેલાં પૂર્ણ કરવા પણ આહવાન કર્યું હતું.આ ઉપરાંત ટેક્નોલોજીનો ઉપયોગ કરીને નવા કાર્યાલયમાં વિસ્તારના તમામ કાર્યકર્તાઓનો ડિજિટલ ડેટા બનાવવાની બાબત ઉપર પણ અધ્યક્ષએ ભાર મુક્યો હતો.
આ ખાતમુહૂર્ત સમારોહમાં રાજકોટ ખાતે રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના ભાજપા અગ્રણીશ્રીઓ, સંગઠનના હોદ્દેદારઓ,સાંસદઓ, ધારાસભ્યઓ, વરિષ્ઠ આગેવાનઓ, પૂર્વ ધારાસભ્યઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(6:38 pm IST)
  • આઈસીસીએ વર્લ્ડકપ સુપર લીગની જાહેરાત કરીઃ ૩૦મીથી ઈંગ્લેન્ડ- આયરલેન્ડ વચ્ચેની વન-ડે સીરીઝથી પ્રારંભ access_time 4:18 pm IST

  • ટીક-ટોક અને યુસી બ્રાઉઝર પછી હવે પબજી સહિત ૨૭૫ ''ચીની એપ'' ઉપર પ્રતિબંધ લાદવામાં આવી રહયાનું જાણવા મળે છે : હવે 'પબજી' સહિત ૨૭૫ ચીની એપ ઉપર પ્રતિબંધ access_time 11:40 am IST

  • મધ્યપ્રદેશના ચંદ્રનગર - પન્ના રોડ પાસે ભયંકર અકસ્માત : ૮ના મોત : ૩ મોટર સાયકલ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત access_time 5:31 pm IST