Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

ગાંધીનગર નજીક રાંધેજા પ્રેમલગ્ન કરનાર યુવક પર જીવલેણ હુમલો કરી યુવતીનું અપહરણ કરતા ગુનો દાખલ

ગાંધીનગર:શહેર નજીક આવેલા રાંધેજા ગામમાં રહેતા અને મુળ અરવલ્લીના યુવાને ગામની યુવતિ સાથે પ્રેમ લગ્ન કર્યા બાદ તેઓ સ્થાનિક પોલીસ સ્ટેશને હાજર થઈને પરત ફરતાં હતા તે સમયે યુવતિના પરિવારજનોએ છાલા પાસે યુવાન અને તેના વકીલ ઉપર હુમલો કરી યુવતિને અપહરણ કરી ગયા સંદર્ભે ચિલોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી

ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક રાંધેજા ગામ ખાતે રહેતો યુવાન અંકિત દિનેશભાઈ બાવાનું વતન અરવલ્લીના નાણાં ગામે થાય છે. ગામની વતની એવી સિધ્ધી નગીનભાઈ વાણંદ નામની યુવતિ સાથે અંકિતને પ્રેમસંબંધ બંધાયો હતો અને બન્નેના લગ્ન માટે પરિવારજનો રાજી થયા નહોતા. જેના પગલે ગત મંગળવારના રોજ અમદાવાદ ખાતે મેરેજ બ્યુરોમાં અંકિત અને સિધ્ધિએ લગ્ન કરી લીધા હતા. જે સંદર્ભે રજીસ્ટાર સમક્ષ નોંધણી પણ કરાવી હતી. અંકિતનું વતન ધનસુરા પોલીસ મથકની હદમાં આવતું હોવાથી પોલીસ સ્ટેશને પણ લગ્નની જાણ કરવામાં આવી હતી અને ગઈકાલે અંકિત અને તેની પત્નિ સિધ્ધિ પોલીસ મથકે હાજર પણ થયા હતા. જયાં અંકિતનો મિત્ર અને વકીલ પણ તેમની સાથે હતાં. સિધ્ધીના પરિવારજનો પણ સમયે પોલીસ મથકે આવ્યા હતા. જેમની સાથે સિધ્ધીએ જવાનો ઈનકાર કરતાં તેઓ ગુસ્સે ભરાયા હતા. પોલીસે મામલાની ગંભીરતા સમજીને મજરા સુધી પોલીસ રક્ષણ સાથે યુગલને ગાંધીનગર તરફ રવાના કર્યું હતું. જો કે સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં તેમની કાર છાલા નજીક પહોંચી હતી તે સમયે ત્રણ કાર ત્યાં આવી પહોંચી હતી અને તેમાંથી ઉતરેલા દસ જેટલા શખ્સોએ અંકિત અને તેના મિત્ર ઉપર હુમલો કરી ધોકાથી માર મારી કારના કાચ પણ તોડી નાંખ્યા હતા. યુવતિના પિતા અને તેની બહેન બળજબરીથી સિધ્ધીને કારમાં લઈ ગયા હતા. ગભરાઈ ગયેલા અંકિતે મામલે ચિલોડા પોલીસ મથકમાં નગીનભાઈ કેવળભાઈ વાણંદ, હિરેન નગીનભાઈ વાણંદ, નિખીલ અમરતભાઈ વાણંદ, રીધ્ધી નગીનભાઈ વાણંદ, જયેશભાઈ રમણભાઈ વાણંદ, સંદીપ ભલાભાઈ દેસાઈ તમામ રહે.નાણાં અરવલ્લી સામે અપહરણ અને હુમલા અંગેની ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે

(5:29 pm IST)