Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

ગાંધીનગર જિલ્લામાં સસ્તામાં સોનુ અપાવવાની લાલચ આપી 26 લાખની છેતરપિંડી આચાર ઠગને ઝડપવા કાર્યવાહી હાથ ધરવામાં આવી

ગાંધીનગર:જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસ દોડી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમે સસ્તું સોનંું આપવાના બહાને ર૬ લાખ રૂપિયાની છેતરપીંડી સંદર્ભે નડીયાદ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં આઠ મહિનાથી ફરાર આરોપીને ખોરજમાંથી ઝડપી પાડયો છે અને તેને નડીયાદ પોલીસના હવાલે કરવાની તજવીજ શરૂ કરી છે

જિલ્લામાં નોંધાતાં વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબી પીઆઈ જે.જી.વાઘેલાએ પણ સ્ટાફના માણસોને એલર્ટ રહી અન્ય જિલ્લામાંથી પણ ફરાર આરોપીઓ ઉપર વોચ રાખી પકડવા માટે તાકીદ કરી હતી. જેના અનુસંધાને પીએસઆઈ ડી.એસ.રાઓલ અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન એએસઆઈ હજારીસિંહ અને હેકો.ભવાનસિંહને બાતમી મળી હતી કે નડીયાદ પોલીસ મથકમાં નોંધાયેલા છેતરપીંડીના ગુનામાં છેલ્લા આઠ મહિનાથી ફરાર આરોપી રણછોડભાઈ ઉર્ફે રણજીત ઉર્ફે ટીકુ મોનાભાઈ સલાટ રહે.ખોરજ ઈન્દિરાનગર હુડકો મકાન નં.૧૦પર તેના ઘરે હાજર છે. જે બાતમીના પગલે પોલીસ ટીમ ખોરજ પહોંચી હતી અને તેને ઝડપી લીધો હતો. આરોપી રણછોડે આઠ મહિના અગાઉ સસ્તું સોનું આપવાની લાલચ આપીને તેના સાગરીતો સાથે મળીને છેતરપીંડી આચરી હતી અને ત્યાંથી તે ફરાર થઈ ગયો હતો. જેથી પોલીસે તેની અટકાયત કરીને નડીયાદ પોલીસના હવાલે કરવાની તજવીજ શરૂ કરી છે

(5:28 pm IST)