Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

કલોલ નજીક ધેધુ ગામની સીમમાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડી જુગાર રમતા ચાર શખ્સોને 11 હજારની રોકડ સાથે ઝડપી લીધા

કલોલ:ધેધુ ગામની સોજા ગામ તરફ જતા રોડની પાસે આવેલા બોરકુવા પાસે કલોલ તાલુકા પોલીસે દરોડો કરી જુગાર રમતા ચાર શખ્સોને ૧૧ હજાર ઉપરાંતની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા. પોલીસે જુગારનો કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કલોલ અને ગ્રામ્ય વિસ્તારમાં હવે શ્રાવણિયો જુગાર જામ્યો છે. ત્યારે પોલીસ પણ જુગારીઓને પકડી પાડવા દોડધામ કરી રહી છે. કલોલ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ વાય.ડી.ગામીત તથા .એસ.આઇ ધવલભાઇ, હેડ કોન્સ્ટેબલ નરેશભાઇ, કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ, શૈલેષભાઇ, અમિતભાઇ , એલ.આર. રોનકભાઇ, કુલદીપભાઇ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે વખતે ધેધુથી સોજા તરફ જતા રોડની પાસે ગામની સીમમાં આવેલા બોરકુવા નજીક આંબલીના ઝાડ નીચે જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો કર્યો હતો

જેમાં જુગાર રમતા મુકેશજી બલાજી ઠાકોર રહે.કરણનગર, કડી, જીતેન્દ્ર શંકરલાલ કડિયા રહે.સોજા ગામ.હરેશજી અમરત જી ઠાકોર રહે.ધેધુ ગામ, પ્રભાત જી સકાજી ઠાકોર રહે. ધેધુ ગામને પોલીસે રંગેહાથે ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રૂપિયા ૧૧,૭૦૦ની રોકડ રકમ કબ્જે લઇ જુગારી સામે કાર્યવાહી કરી હતી

(5:27 pm IST)
  • ફ્રાન્સમાં કોરોના ટેસ્ટ ફ્રીમાં થશેઃ ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રીનું એલાન : ફ્રાન્સના સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું કે જેને લક્ષણ નથી તેમના ટેસ્ટ પણ ફ્રીમાં થશે : ડોકટરના પ્રિસ્ક્રીપ્શનની જરૂર નહિં પડે : જે લોકોએ ટેસ્ટના પૈસા આપ્યા હશે તેને રીફન્ડ આપી દેવાશે access_time 2:41 pm IST

  • UK માર્કેટમાંથી લુપીન, ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયાએ ડાયાબીટીસની ૯,૭૧,૦૦૦ બોટલ પાછી ખેંચી લીધી છે. access_time 9:34 pm IST

  • રાજસ્થાનમાં રાજકીય ધમાસાણ વચ્ચે નવો વળાંક : બીએસપીએ પોતાના છ ધારાસભ્યોને આપ્યો વહીપ : અવિશ્વાસ પ્રસ્તાવ આવે તો તે કોંગ્રેસ સામે પોતાનો વોટ આપે. : અશોક ગેહલોટની વધશે મુશ્કેલી : બીએસપી એક રાષ્ટ્રીય પાર્ટી છે અને દસમી અનુસૂચીત અંતર્ગત કોઈ રાજ્યમાં આખી પાર્ટીનો વિલય અસંવૈધાનિક છે: ધારાસભ્યો વહિપનો અનાદર કરશે તો કાયદા હેઠળ કાર્યવાહીની ચીમકી access_time 12:43 am IST