Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

ઈન્ફેકશન કંટ્રોલ એન્જીનીયર તરીકે સેવા આપે છે 'પર્પલ બ્રિગેડ'

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીની તમામ સુવિધાનો ખ્યાલ રાખીને સંક્રમણથી બચાવ માટે કામ કરે છેઃ ઈન્ફેકશન કંટ્રોલ એન્જીનીયર

રાજકોટઃ ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસે દિવસે વધે છે તેવામાં સમગ્ર દેશનો મેડિકલ સ્ટાફ સંક્રમણ રોકવા માટે અનેક અપીલ કરી રહ્યો છે. છતાં જે લોકોને સંક્રમણ થયું છે તેઓની સેવામાં મેડિકલ સ્ટાફ કોઈ જ કચાસ રાખવા માગતું નથી અમદાવાદની સિવિલ હોસ્પિટલના ખાસ કોવીડ વોર્ડમાં જે મેડિકલ સ્ટાફ કાર્યરત છે તેમાં ખાસ જોવા મળી રહી છે. પર્પલ બ્રિગેડ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખાસ કોરોનાનાના દર્દી માટે ૧૨૦૦ બેડનો વોર્ડ કાર્યરત છે ત્યાં ખાસ પર્પલ બ્રિગેડની સેવા ઇન્ફેકશન કંટ્રોલ એન્જીનીયરની જેમસાબિત થઇ રહી છે. ૨૧ સભ્યોની આ પર્પલ ટીમ કોવિડ-૧૯ ના દર્દીઓ માટે ૨૪ કલાક સેવારત છે. આ ટીમ દિવસની ૩ શિફ્ટમાં કામ કરે છે. આ ટીમમાં કાર્યરત નર્સોને પર્પલ રંગનો યુનિફોર્મ આપવામાં આવેલ છે. હકીકતમાં આ રંગની ટીમને બનાવવા પાછળનો હેતુ કોરોનાની સારવાર માટે દર્દીઓની સંભાળ રાખવા માટેનો છે તેમજ કોરોનાના લીધે દર્દીમાં ઇન્ફેકશન ન વધે તેને કંટ્રોલ કરવા માટે આ ટીમ બનાવવામાં આવી છે.

કોરોના સંક્ર્મણ ફેલાવાની પ્રક્રિયા એવી છે કે કોરોના સંક્રમિત દર્દી જે લોકોના સંપર્કમાં આવ્યો હોય તે લોકોને કોરોના થવાની શકયતા રહે છે, ખાસ કોરોનનું સંક્ર્મણ તેમજ અન્ય ઇન્ફેકશન બીજા દર્દીઓને ન લાગે તેના માટે આ નર્સો સંક્ર્મણ નિવારણની કામગીરી કરે છે. ૧૨૦૦ બેડ વાળા કોવિડ સેન્ટરના રેસિડેન્ટ મેડિકલ ઓફિસર ડો. સંજય કાપડિયા કહે છે કે આ ટીમ કોરોનાના દર્દી માટે તેની એડમિશનથી લઈને તેના ડિસ્ચાર્જ સુધીની તમામ સગવડોનું ધ્યાન રાખે છે આ દર્દીને કોઈ પણ પ્રકારનું ઇન્ફેકશન ન લાગે તે માટે દર્દીની ખાનપાનની સગવડ, સફાઈ વગેરેનું ધ્યાન રાખવા માટે આ ટીમ ૨૪ કલાક દર્દીની સેવામાં રહે છે.  સિવિલ હોસ્પિટલના નર્સિંગ વડા બી.કે. પ્રજાપતિ કહે છે છેલ્લા ૪ મહિનાથી આ પર્પલ બ્રિગેડ કોવિડ ના દર્દીની સેવામાં છે. પર્પલ બ્રિગેડના દરેક સભ્યો દર્દીની ખાસ કાળજી રાખે છે. સામાન્ય વોર્ડમાં તેમજ આઈસીયુના  દર્દીઓની પણ સેવામાં આ ટીમ કામ કરી રહી છે.

હોસ્પિટલના માઈક્રોબાયોલોજી વિભાગના સુમિતા સોની કહે છે કે કોરોના સંક્ર્મણ દિવસે દિવસે વધે છે તેવામાં સંક્રમણને કાબુમાં કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેમાં દર્દીએ ઉપયોગ કરેલ વસ્તુઓને સેનેટાઈઝ કરવા ઉપરાંત અન્ય સફાઈની કાળજી રાખવા માટે પણ અનેક લોકો મહેનત કરી રહ્યા છે, દર્દીઓના ખાનપાન ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

 દરેક વોર્ડમાં જુદા જુદા ડસ્ટબિન રાખવામાં આવેલ છે આ ડસ્ટબિનના કચરાનો યોગ્ય રીતે નિકાલ થાય તે પણ જોવામાં આવે છે તો સાથે પલંગની ચાદર રોજ બદલવી અને દર્દીને જોઈતી તમામ વસ્તુ પૂરૃં પાડવી આવી બધી સગવડ માટે આ પર્પલ ટીમ ખુબ જ ઉમદા કામગીરી કરી રહી છે ત્યારે આ ટીમને ઇન્ફેકશન કંટ્રોલ એન્જીનીયર તરીકે ઓળખવામાં આવે છે.

(2:49 pm IST)