Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત અમલમાં મૂકાયેલ ડીજીપી પ્રસંશા મેડલ અંગે જાણવા જેવું

અમરેલી એસપી નિર્લિપ્ત રાય વિ. પ્રથમ પ્રયોગમાં મેડલ મેળવવા ભાગ્યશાળી બન્યાઃ ૯ IPSમાં જેનો સમાવેશ છે તેવા આઇજી નરસિમ્હા કોમાર સાથે 'અકિલા'ની વાતચીત

રાજકોટ તા. ૨૭ : જેની નિવૃત્તી આડે ગણત્રીના દિવસો બાકી છે તેવા રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝા દ્વારા ગુજરાત પોલીસ તંત્રના પોલીસમેનથી લઇ ડીજીપી સુધીના અધિકારીઓ માટે ગુજરાતના ઇતિહાસમાં સહુ પ્રથમ વખત ડી.જી.પ્રસંશા એવોર્ડનો અમલ થયો છે ત્યારે ૯ આઇપીએસમાં જેઓ ભાગ્યશાળી બનયા છે તેવા રાજ્યના લો એન્ડ ઓર્ડરના વડા અને સિનિયર આઇપીએસ નરસિમ્હા કોમારે 'અકિલા' સાથેની વાતચીતમાં રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝા દ્વારા કઇ રીતે વિરલ સિધ્ધિ મેળવી છે તેની રસપ્રદ છણાવટ કરી હતી.

પોલીસ તંત્રમાં વર્તમાન પરિસ્થિતિમાં ઉત્સાહની ઓટ ન આવે અને પોલીસનું મનોબળ વધે તે માટે ગુજરાત પોલીસને અલગથી ધ્વજ (નિશાન) બાદ રાજ્ય પોલીસ તંત્રના પોલીસમેનથી લઇ એડી ડીજીપી સુધીના અધિકારીઓ માટે નિવૃત્ત થતાં સુધીમાં ડીજી પ્રસંશા મેડલનો નિર્ણય લેવડાવ્યો છે જેનો લાભ ૧૧૦ નાના મોટા સ્ટાફ અધિકારીઓને મળ્યો છે. આઇપીએસ કક્ષાએ વિકાસ સહાય સુરત સીપી, આર.બી.બ્રહ્મભટ્ટ, એટીએસના હિમાંશુ શુકલા, દિપેન ભદ્રન, નિર્લિપ્ત રાય, મયુર ચાવડા, સુનીતા મજમુદાર, નરસિમ્હા કોમાર તથા પિયુષ પટેલનો સમાવેશ હતો.

(1:03 pm IST)