Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

મોદીએ રાજકારણમાં ટેકનોલોજીના ઉપયોગનો નવો રાહ ચીંધ્યો : પાટીલ

ધારાસભ્યો - સાંસદો - હોદ્દેદારો સાથે પ્રદેશ ભાજપ પ્રમુખની વિડીયો કોન્ફરન્સ

રાજકોટ તા. ૨૭ : ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં તથા રાષ્ટ્રીય સહ-સંગઠન મહામંત્રી વી.સતીશજી અને પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયાની વિશેષ ઉપસ્થિતિમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાત ભાજપાના તમામ સાંસદો, ધારાસભ્યો તથા પ્રદેશ હોદેદારો સાથે આઈ.ટી.અને સોશિયલ મીડિયાના સંદર્ભમાં વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્રીયમંત્રીશ્રી પરશોતમભાઇ રૂપાલા તેમજ પૂર્વપ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણી પણ જોડાયા હતા.

પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે તેમનાં વકતવ્યમાં સોશિયલ મીડિયાના માધ્યમથી કેવી રીતે અસરકારક કામગીરીઓ થઇ શકે તે બાબતે વિશેષ છણાવટ કરી પોતાના અનુભવો પણ વર્ણવ્યાં હતા.

શ્રી પાટીલે જણાવ્યું હતું કે,સોશિયલ મીડિયા અને ટેકનોલોજીનો ઉપયોગ આજના સમયમાં રાજકીય પાર્ટી માટે અનિવાર્ય છે. આપણે સૌ નસીબદાર છીએ કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજથી ઘણાં વર્ષો પહેલાં આઈ.ટી.અને સોશિયલ મીડિયાનું મહત્વ સમજીને આપણને સૌને તે દિશામાં આગળ વધવા પ્રેરિત કર્યા હતા.ટેકનોલોજીના મહતમ ઉપયોગ દ્વારા શ્રી મોદીએ દેશ અને દુનિયાના રાજકારણમાં નવો ચીલો ચીતરીને સોશિયલ મીડિયાને લોકસેવા માટેનું ઉતમ માધ્યમ સાબિત કર્યું છે.

શ્રી પાટીલે જણાવ્યું હતું કે,આજના સમયમાં સોશિયલ મીડિયા એક અસરકારક માધ્યમ બન્યું છે. ત્યારે આપણી સાચી વાત,આપણાં પ્રજાકીય કાર્યો તેમજ કેન્દ્ર સરકાર અને રાજય સરકારની યોજનાઓ વધુ ને વધુ લોકો સુધી પહોચાડવા માટે તમામ જનપ્રતિનિધિઓએ સતર્કતા, સક્રિયતા અને સમજદારીપૂર્વક સોશિયલ મીડિયાનો ઉપયોગ વધારી પોતાનાં વિસ્તારોના વધુને વધુ લોકો સાથે સીધો સંવાદ કરવો જરૂરી છે.

શ્રી પાટીલે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની નમોએપના મહતમ ઉપયોગ પર ભાર મૂકી નમોએપની ઉપયોગીતા પણ સમજાવી હતી.

રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રીશ્રી વી.સતીષજીએ જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી ટેકનોલોજી અને સોશિયલ મીડિયાના સુચારુ ઉપયોગ દ્વારા સરકારી કામકાજમાં પણ બહુ મોટા પરિવર્તનો લાવી શકયાં છે.વર્ષોથી દેશ જે ભોગવી રહ્યો હતો તેવી ભ્રષ્ટાચારની સમસ્યાને પણ પ્રધાનમંત્રીશ્રી મોદીએ ટેકનોલોજીના માધ્યમથી દુર કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે.ભાજપાના જનપ્રતીનીધીઓએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલને ટુ વે કોમ્યુનીકેશનનું સાધન બનાવી તમામ વર્ગના લોકો સાથે જીવંત સંપર્ક રાખી તેમની સમસ્યાના સમાધાનમાં મદદરૂપ થવું જોઈએ. પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયાએ આગામી કાર્યક્રમો વિષે જાણકારી આપી હતી તેમજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જાહેર કરાયેલ શ્નઆત્મનિર્ભર ભારત અભિયાનલૃતથા શ્નવોકલ ફોર લોકલલૃનો વિચાર સોશિયલ મીડિયાના માધ્યમથી વધુને વધુ લોકો સુધી પહોંચે તે માટે સૌ જનપ્રતીનીધીઓને સજ્જ થવા સમજાવ્યું હતું.

બેઠકની શરૂઆતમાં ભાજપા આઈ.ટી.અને સોશિયલ મીડિયા વિભાગના પ્રદેશ ઇન્ચાર્જશ્રી પંકજ શુકલાએ પ્રેઝન્ટેશન દ્વારા સોશિયલ મીડિયાના વધુ અસરકારક ઉપયોગ વિષે જાણકારી આપી હતી.ઙ્ગતેમ મીડિયા વિભાગના પ્રદેશ કન્વીનર પ્રશાંત વાળા જણાવે છે.(

(11:06 am IST)