Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

કાલોલ ના ચોરા ડુંગળી ગામે બંધ પડેલ હેન્ડપમ્પ માંથી પાણીના ફુવારા ઉડયા

વરસાદના અભાવ વચ્ચે પૃથ્વી ના પેટાળ માંથી ફુવારા બહાર આવતા અનેક તર્ક વિતર્ક

કાલોલ ના ચોરા ડુંગળી ગામમાં કુતુહલ ઉપજાવતી ઘટના બની છે ,જેમાં બંધ પડી રહેલા હેન્ડ પમ્પ માંથી અચાનક પાણી ના ફુવારા ઉડયા છે ,આ વાત ની જાણ થતાં અચાનક હેન્ડપમ્પ માંથી ફુવારા ઉડતા લોક ટોળા ઉમટ્યા જોકે થોડો સમય જોરદાર પ્રેશર થી ફુવારા ઉડયા બાદ આપમેળે પાણી આવતું બંધ થઈ ગયું અને જાણવા મળેલ વિગતો પ્રમાણે આ ઘટના અહીં વારંવાર બને છે અને કોઈ ક ભેદી અવાજ પણ ગામલોકો ને સંભળાય છે પરંતુ એક તરફ વરસાદ નો અભાવ અને બીજી તરફ આ રીતે પૃથ્વી ના પેટાળ માંથી ફુવારા બહાર આવતા અનેક તર્ક વિતર્ક થવા પામ્યા છે

(11:35 pm IST)