Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

ગુજરી બજારમાં સોશિયલ ડિસ્ટન્સિંગના લીરા ઉડ્યા

કેસોની સંખ્યામાં ઉછાળો આવે તો નવાઈ નથી : કોરોના વાયરસનો ડર જ નથી રહ્યો એ રીતે વસ્તુઓની ખરીદી માટે લોકો સેંકડોની સંખ્યામાં ઉમટી પડ્યા છે

 અમદાવાદ, તા. ૨૬ : અમદાવાદઃ કોરોનાના કેસ ઘટી જતા અમદાવાદીઓ બેફામ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ઉલ્લંઘન કરતા નજરે પડી રહ્યા છે. કોરોનાની ગંભીર પરિસ્થિતિઓ વચ્ચે અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવી રહ્યા છે. એલિસબ્રિજ ખાતેના ગુજરી બજારની એવી તસવીરો સામે આવી છે જે જોઈને કોઈપણહચમચી શકે છે. દ્રશ્યોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી થઈ રહ્યું તેવુ સ્પષ્ટ જોઈ શકાય છે.

એક સમયે કોરોના હોટસ્પોટ ગણાતા વિસ્તારમાં જાણે હવે કોરોનાનો ડર જ નથી રહ્યો એ રીતે વસ્તુઓની ખરીદી માટે લોકો સેંકડોની સંખ્યામાં ઉમટી પડ્યા છે. આટલી મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થતા સોશિયલ ડિસ્ટન્સિંગ પણ ક્યાંય જોવા મળ્યું નથી. જ્યારે બીજી તરફ મોટાભાગના લોકોના ચહેરા પર માસ્ક પણ નથી. એવામાં અમદાવાદમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં અચાનક ઉછાળો આવે તો કોઈ નવાઈ નથી.

સામે આવેલી તસવીરોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, ગુજરી બજારમાં સોશિયલ ડિસ્ટન્સિગ અને માસ્ક સહિતની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે. આગામી દિવસોમાં ઈદ આવતી હોવાથી પણ મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી રહી છે. જો આ દરમિયાન એક પણ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત હોય તો તે હજારોને સંક્રમિત કરી શકે છે. બીજી તરફ આટલી મોટી ભીડ સામે પોલીસ કોઈ એક્શન કેમ નથી લેતી ? તેવા પણ સવાલો ્ભા થઈ રહ્યા છે.

અમદાવાદમાં કોરોના કેસો ધીમે-ધીમે ઓછા થઈ રહ્યા છે. જ્યારે અમુક લોકો ફરીથી તેને ખુલ્લો આમંત્રણ આપી રહ્યાછે.

સામાન્ય દિવસોમાં રવિવારે જીએમડીસી ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં ક્રિકેટ રસીયાઓ ઉમટી પડતા હોય છે. પરંતુ કોરોનાના ખૌફ વચ્ચે પણ આજે ય્સ્ડ્ઢઝ્ર ગ્રાઉન્ડ ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. જોકે બાદમાં પોલીસ આવતા નાસભાગ મચી હતી. જણાવી દઈએ કે, અમદાવાદમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો ૨૫,૫૨૯ જ્યારે કુલ મૃત્યુઆંક ૧૫૭૩ પર પહોંચ્યો છે.

(9:47 pm IST)