Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

સુરતમાં છડી મહોત્સવ સાદાઈથી ઉજવાશે: આકર્ષક છડીના દર્શન લોકો નહીં કરી શકે.

છડી યાત્રાના આયોજકો અને પોલીસ ડિપાર્ટમેન્ટ વચ્ચે બેઠકમાં નિર્ણંય લેવાયો

સુરત : શહેરમાં વર્ષ નોમના દિવસે ઉજવાતી છડી નોમને સાદાઈથી ઉજવવવાનો નિર્ણય કર્યો છે.સુરત શહેરમાં છડી નોમનું ખુબ જ મહત્વ છે. દર વર્ષે શહેરના દિલ્હી ગેટ વિસ્તારમાં વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે.શહેરના વિવિધ વિસ્તારોમાંથી વિશાળ કદની આકર્ષક છડી બનાવીને લોકો આ શોભાયાત્રામાં પ્રતિ વર્ષ જોડાતા હોય છે.છડી યાત્રાના આયોજકો અને પોલીસ ડિપાર્ટમેન્ટ વચ્ચે આગામી 13 અને 14 તારીખે છડી નોમ હોય તે અંગે બેઠક યોજી હતી.જેમાં, કોરોનાની વિકટ સ્થિતિને ધ્યાનમાં લઈને સંક્રમણ ન ફેલાય તે હેતુથી છડી નોમ ધામધૂમપૂર્વક ન ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને છડી નોમ સાદાઈપૂર્વક ઉજવવા અંગે ગુગાવીર ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી હોવાની જાણકારી મળી છે.આમ, કોરોનાના કારણે આ વર્ષે આકર્ષક છડીના દર્શન લોકો નહીં કરી શકે.

(9:46 pm IST)