Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

શામળાજી આરટીઓ ચેકપોસ્ટ નજીક બાઈક ખાડામા ખાબકતા અકસ્માતમાં એક નું મોત

બાઈક પાછળ બેઠેલા અમિતભાઇના માથાના ભાગે ગંભીર ઈજા થતા કમકમાટીભર્યું મોત

અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે.નં-૮ પર રહેલા ખાડાઓના પગલે વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે પુરપાટ ઝડપે દોડતા વાહનચાલકો હાઈવે પર પડેલા ખાડાઓ થી અજાણ હોવાથી ખાડામાં વાહન ખાબકતા વાહનચાલક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા વારંવાર નાના-મોટા અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે.

ભિલોડા તાલુકાના કારછા ગામના અને શામળાજી ખાતે દુકાન ધરાવતા અમિતભાઇ પ્રકાશભાઈ ભાટિયા તેમના મિત્ર અને ગામના જ વિનુભાઈ ભાટિયાની બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા વરસતા વરસાદમા ને.હાઈવે નં-૮ પર શામળાજી આરટીઓ કચેરી નજીક પડેલ ખાડો બાઈક ચાલક વિનુભાઈ ભાટિયાને ન દેખાતા બાઈક ખાડામાં ખાબકતા બાઈક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થઈ ડિવાઈડર સાથે અથડાતા બાઈક પાછળ બેઠેલા અમિતભાઇના માથાના ભાગે ગંભીર ઈજાઓ સારવાર મળે તે પહેલા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું શામળાજીના વેપારીઓ અને લોકો પણ ઘટનાસ્થળે ઉમટ્યા હતા અકસ્માતમાં શામળાજીના યુવાન વેપારીનું મોત થતા ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા.

(9:41 pm IST)