Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

અમદાવાદમાં ભારે વરસાદ બાદ તારાજી : વૃક્ષ-મકાન ધરાશાયી થવાના અનેક કોલ કંટ્રોલરૂમમાં રણક્યા

અમદાવાદ ;રાજ્યમાં એક સપ્તાહથી વરસાદની શરૂઆત થઈ, જોકે અમદાવાદમાં વરસાદ ન પડતા લોકો ગરમીથી શેકાઈ રહ્યા હતા. રવિવારે પડેલા વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. પણ સાથે જ વરસાદી સમસ્યાઓ પણ સામે આવી છે. ભારે પવનથી અમદાવાદમાં તારાજી સર્જાઈ છે. જેમાં શહેરમાં એક બે નહિ પણ 131 જેટલા વૃક્ષ પડવાની ઘટના સામે આવી છે. AMC ગાર્ડન વિભાગ અને ફાયર બ્રિગેડ દ્વારા રોડ પર પડેલા વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો ગઈકાલથી મોન્સુન કંટ્રોલ રૂમમાં સતત કોલ આવી રહ્યા છે કોલ ફાયર બ્રિગેડ અને AMC કંટ્રોલ રૂમના મળી કુલ 131 ઉપર કોલ મળ્યા છે.

અમદાવાદમાં છેલ્લા પાંચ દિવસથી વાદળછાયા વાતાવરણ અને છુટા છવાયા વરસાદી ઝાપટાના કારણે શહેરમાં ગરમીનો માહોલ હતો. ગરમીથી રાહત મેળવવા લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. આ રાહનો રવિવારે સાંજે અંત આવ્યો. કેમ કે રવિવારે સાંજે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. સારો એવો વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જેથી લોકોને ગરમીમાંથી સામાન્ય રાહત મેળવી છે. જો કે બીજી તરફ ભારે પવન સાથે ખાબકેલા મુશળધાર વરસાદને કારણે શહેરમાં અનેક સ્થળે નુકસાન થયુ હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરમાં એક-બે નહિ પણ 131 જેટલા વૃક્ષ પડવાના બનાવ બન્યા છે. AMCના બગીચા ખાતું, ફાયર બ્રિગેડ કંટ્રોલ અને AMC મોન્સૂન કંટ્રોલ રૂમમાં આ કોલ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કોલ બગીચા ખાતામાં નોંધાયા છે. તો 12 સ્થળે વાહનો પર ઝાડ પડતા નુકસાન થયાનું પણ સામે આવ્યું છે. જોકે મોટી અનહોની નહિ સર્જાતા તંત્રએ રાહતનો શ્વાસ પણ લીધો હતો.

ઝાડ પડવાના 54 કોલ

આગના 9 કોલ
મકાન પડવાના 2 કોલ
ટાવરનો 1 કોલ ( ગોમતીપુર ટાવર પડ્યું)
15 જેટલા કોલ હજુ પેન્ડિંગ

સોનલ ચાર રસ્તા પાસે આમરકુંજ સોસાયટી સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે જર્જરિત ફ્લેટમાં બાલ્કનીનો કેટલોક ભાગ પડ્યો હતો. જ્યાં ફસાયેલા લોકોને બચાવી લેવાયા હતા. તો આસ્ટોડીયા ચકલા ગતરાડની પોળમાં જૂનું મકાન પડ્યું હતુ. આ બંને ઘટનામાં કોઈ મોટી જાનહાની થઇ નથી. તો એક ફરિયાદ બોડકદેવ

(8:53 pm IST)