Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

મહેસાણાના એક પરિવારને પુત્રવધુ લાવવી મોંઘી પડી :લગ્નના સાતમાં દિવસે તમામ દાગીના લઈ નાસી ગઈ

આ પરિવારે 1 લાખ 70 હજાર આપીને વચેટીયા મારફતે પુત્રના ભરૂચની એક યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા.

મહેસાણાના એક પરિવારને પુત્રવધુ લાવવી મોંઘી પડી છે. 1 લાખ 70 હજાર આપીને વચેટીયા મારફતે પુત્રના ભરૂચની એક યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા. લગ્નના સાતમાં જ દિવસે યુવતી તમામ દાગીના લઈ નાસી ગઈ હતી. લગલગાટ 2 માસ બાદ પણ દુલ્હન પરત ના ફરતા પરિવારે પોલીસમાં અરજી આપી હતી.

  છેતરપીંડીનો ભોગ બનેલા પરિવારે વચેટીયાઓનો સંપર્ક કરતા 1 લાખ 70 હજારમાંથી માત્ર 30 હજાર રૂપિયા જ પરત અપાવ્યા હતા. જ્યારે પરિવારે યુવતીના પરિવારજનોનો સંપર્ક કરતા તેઓને માત્ર 40 હજાર જ મળ્યાનું રટણ કર્યું હતું. આમ છેતરપીંડીનો ભોગ બનેલા પરિવારે ન્યાય મેળવવા પોલીસ ફરિયાદ દાખલ કરે એવી માગ કરી છે.

(7:49 pm IST)