Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

ચિલોડા-હિંમતનગર હાઇવે પર મુસાફરના સ્વાંગમાં દારૂની હેરાફેરી કરનાર શખ્સને પોલીસે રંગેહાથે ઝડપી પાડયો

ગાંધીનગર :  ગુજરાતમાં દારૃબંધી છે ત્યારે ગુજરાતમાં વિદેશી દારૃ ધૂશાડવા માટે ચિલોડા-હિંમતનગર હાઇવેનો ઉપયોગ થાય છે. અગાઉ એસટી બસમાં અને હવે ખાનગી ટ્રાવેલ્સ બસમાં મુસાફરના સ્વાંગમાં બુટલેગરો વિદેશી દારૃની હેરાફેરી કરતા હોય છે ત્યારે ચંદ્રાલા પાસે લક્ઝરી બસમાંથી રાજકોટના યુવાનને વિદેશી દારૃના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.

ચિલોડા હિંમતનગર હાઇવે ઉપરથી પસાર થતી એસટી બસમાં મુસાફરના સ્વાંગમાં ઘણા બુટલેગરો દારૃની હેરાફેરી કરે છે ત્યારે હવે ખાનગી લક્ઝરીમાં પણ આ રીતે વિદેશી દારૃનો જથ્થો રાજસ્થાનથી ગુજરાતમાં પહોંચાડવામાં આવી રહ્યો છે જે મુખ્યત્વે અમદાવાદ લઇ જવામાં આવે છે ત્યારે તાજેતરમાં પણ આ પ્રકારે મુસાફરના સ્વાંગમાં બુટલેગરો પકડાયા હતા. આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે, ચિલોડા પોલીસની ટીમ ચંદ્રાલા પાસે વાહન ચેકીંગ કરી રહી હતી તે દરમિયાન એક ખાનગી કંપનીની લક્ઝરી બસ આવતા તેને રોકીને તપાસ કરવામાં આવી હતી. જેમાં એક થેલામાંથી વિદેશી દારૃની ૧૮ બોટલ મળી આવી હતી પોલીસે રાજકોટના મુસાફર સબીર હારૃનભાઇ આંબલિયાની ધરપકડ કરી હતી અને ૨૭ હજાર રૃપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.બીજીબાજુ મોટી શિહોલી પાસે કારમાં દેશી દારૃનો જથ્થો લઇ જવામાં આવતો હોવાની બાતમીના પગલે પોલીસ ટીમે વોચ ગોઠવીને કારને ઝડપી લીધી હતી અને તેમાં સવાર પ્રાંતિજના માવાની મુવ ગામના સાવનસિંહ કાળુંસિંહ ઝાલાને પકડી ૧૧૬ લીટર દેશી દારૃ કબ્જે કરી ૨.૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

(6:17 pm IST)