Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

સુરતમાં પણ રથયાત્રા બંદોબસ્‍ત અંગે જબરજસ્‍ત ફૂટ પેટ્રોલિંગ

પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર કોઈ જોખમ લેવા માગતા નથી, નાયબ પોલીસ કમિશ્નર હર્ષદ મહેતા અને ડીસીપી સાગર બરમાર ટીમ મેદાને પડી

રાજકોટ, તા.૨૭:   સુરત શહેરના લોકો શાંતિથી રહી શકે, ઉદ્યોગ ધંધાને કોઈ મુશ્‍કેલી ન પડે, યુવાનો નશાની ગર્તામાં ધકેલાઈ ન જાય તે માટે સતત પ્રયત્‍નશીલ પોલીસ કમિશનર અજયકુમાર તોમર ટીમ દ્વારા અષાઢી બીજના રોજ નીકળનાર રથયાત્રા કોરોનાકાળ બાદની પ્રથમ રથયાત્રા હોવાથી લોકોની ભીડ મોટા પ્રમાણમાં ઉમટનાર હોવાથી શહેર ભરમાં ફૂટ પેટ્રોલિંગ કરી અસામાજિક અને લુખ્‍ખા તત્‍વોમાં ધાક અને સજજન લોકોમાં સલામતીની ભાવના જગાડવા માટે આયોજન કરવા આપેલ આદેશનો અમલ ચુસ્‍તાપૂર્વક શરૂ થયેલ છે. અષાઢી બીજ તહેવાર નિમિત્તે ગુજરાત ગેસ સર્કલથી ઋષભ ચાર રસ્‍તા થઈ રાંદેર મેઈન રોડ તાડવાડી ચાર રસ્‍તા, પાલનપુર પાટિયા, રામનગર ચાર રસ્‍તા, મોરા ભાગળ ચાર રસ્‍તા, સિકોતર માતાના મંદિરથી ડભોલી બ્રિજ થઈ ઈસ્‍કોન સર્કલથી ઈસ્‍કોન મંદિર સુધી જગન્‍નાથ રથયાત્રા અનુસંધાને ફુટ પેટ્રોલિંગ કરવામાં આવે કે છે. જેમાં મ.પો.કમિ. જી.ડીવી. શ્રી ઝેડ. આર. દેસાઈ, શ્રી રાંદેર પી.આઈ, શ્રી જહાંગીરપુરા પી.આઈ. તથા પો.સ.ઈ.ઓ અડાજણ, રાંદેર અને જહાંગીપુરાના પોલીસ સ્‍ટાફ સાથે ૭ કિ.મી. ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે સુરત પો.કમિશ્નર અજયકુમાર તોમર અને એડી. પો.કમિશ્રી શરદ સિંઘલ શાંતિપૂર્ણ માહોલમાં આગામી રથયાત્રા નિકળે તે માટે તમામને માર્ગદર્શન પુરૂ પાડી રહ્યા છે.
સુરતમા ઝોંન -૩નો હવાલો ધરાવતા અને સૌરાષ્‍ટ્ર પધ્‍ધતિથી કાર્ય લેવા માટે જાણીતા નાયબ પોલિસ કમિશનર સાગર બારમાર ટીમ દ્વારા પણ આગામી રથ યાત્રા અંતર્ગત જબરજસ્‍ત ફૂટ પેટ્રોલીંગનું આયોજન કરેલ. ફૂટ પેટ્રોલિંગ કારણે લશ્‍કરી માર્ચ જેવા અદભૂત દૃશ્‍યો સર્જાયા હતા. ઉકત બન્ને નાયબ પોલિસ      કમિશનર દ્વારા પોતાના વિસ્‍તારના રીઢા ગુનેગારોના આશ્રય સ્‍થાન ચકાસવા પણ ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવેલ તે જાણીતી બાબત છે.                                              
સચિન વિસ્‍તારની તમામ બાબતો નજર સામે રાખી પોલીસ સીપી  સહિતના અધિકારીઓના માર્ગ દર્શનમાં આ ફૂટ પેટ્રોલિંગ રાખવામાં આવેલ. આ પેટ્રોલીંગમાં એ- ડિવિઝન એસપી અને સચિન પીઆઇ સહિતની ટીમ જોડાયેલ. ઉકત બન્‍ને પેટ્રોલિંગ ટીમને પોલીસ કમિશનર સાથે એડી સીપી શરદ સિંઘલનું માર્ગ દર્શન મળેલ.

 

(11:44 am IST)