Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

નર્મદા જિલ્લામાં પશુઓની જીવાદોરી સમાન ફરતા પશુ દવાખાનાંને 2 વર્ષ પૂર્ણ :10,0192 પશુની નિઃશુલ્ક સારવાર કરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા  : નર્મદા જિલ્લા મા 2 વર્ષ પૂર્વે 16 ફરતા પશુ દવાખાના (MVD) કર્યરાત કરવામાં આવ્યા છે ત્યારે અબોલ પશુ માટેની આ સેવા નાં કારણે જિલ્લામાં પશુઓનો મૃત્યુ આંક પણ ઘટ્યો છે જેથી આ સેવા હાલમાં પશુપાલકો માટે ખૂબ લાભદાયી સાબિત થઈ રહી છે,આ સેવા ચાલુ કર્યા ના 2 વર્ષ દરમિયાન-કુલ 100192 જેમાં 96973 શિડ્યૂલ દરમિયાન અને ઈમરર્જેંસી મા 3219 પશુની સારવાર કરવામાં આવી
નર્મદા જિલ્લામાં (1) નાદોદ તાલુકા - ઓરી ,તરોપા, ગાડીત, લાછરસ(2) ગરુડેશ્વર- નવા વાઘપુરા ,ચિચડીયા વાવીયાલા (3) તિલકવાડા તાલુકા- કંથારપુરા, વજેરીયા (4)  ડેડીયાપાડા તાલુકા- પનગામ,ખરડીપાડા, ગંગાપુર પાટડી(5) સાગબારા તાલુકા- દતવાડા, ઘોડા દેવી ,ધવલીવેર...આમ કુલ 16 ફરતા પશુ દવાખાનાની 22 જૂન 2020 ના રોજ ગાંધીનગરથી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવી હતી, આ સંસ્થા ને 2 વર્ષ પૂર્ણ થતા 100192 ની નિઃશુલ્ક સારવાર કરી હતી, આ સમય દરમિયાન તેમને અસંખ્ય પશુ અને પક્ષી નો અમૂલ્ય જીવ બચાવ્યો હતો.

(10:42 pm IST)