Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

સુરતમાં ૨૦ લાખ લોકોની રોજગારી ઉપર જોખમ

રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધથી મંદીનું મોટું ગ્રહણઃ૨૭ ટકા રફ હીરાની રશિયામાંથી આયાત થતી હતી પરંતુ યુદ્ધના કારણે જથ્થો એકમો સુધી પહોંચતો નથી

સુરત, તા.૨૬ : રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સ્થિતિએ વિશ્વમાં ઘણું બદલાઈ ગયું છે. ઘઉંથી લઈને ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસના ભાવ આસમાને છે. મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. પરંતુ ગુજરાતમાં એક એવું શહેર પણ છે જેની 'હીરા' જેવી ચમક આ યુદ્ધના ધુમાડામાં ખોવાઈ રહી છે. અમે વાત કરી રહ્યા છીએ સુરત શહેરની... જેના પર હાલ મોટું સંક્ટ ઉભું થયું છે. હાલ આ શહેરમાં કામ કરતા લગભગ ૨૦ લાખ લોકોની આજીવિકાનું સંકટ ઉભું થયું છે.

હા, અમે વાત કરી રહ્યા છીએ ગુજરાતના ડાયમંડ સિટી સુરતની...રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધે આ શહેરમાં ડાયમંડ પોલિશિંગના કામમાં રોકાયેલા લગભગ ૨૦ લાખ હીરાના કારીગરોને રોજગારી પૂરી પાડી છે. પરંતુ હાલ બન્ને દેશો વચ્ચેના યુદ્ધના કારણે કટોકટી ઊભી થઈ છે. છહ્લઁએ તેના એક અહેવાલમાં આવા ઘણા મજૂરોની દુર્ઘટના જણાવી છે.

પોર્ટુગીઝોના સમયમાં સુરતને ખૂબ જ મોટી ઓળખ મળી હતી. તાપી નદી પર વસેલું આ શહેર મૂળ તો બંદર શહેર તરીકે વસેલુ હતું, પરંતુ આઝાદી પછી તેને ૬૦ અને ૭૦ના દાયકામાં ડાયમંડ સિટીનો દરજ્જો મળ્યો. આમ જોવા જઈએ તો, સુરત ડાયમંડ સિવાય કપડાના જથ્થાબંધ વેપારનું પણ મોટું કેન્દ્ર છે. વિશ્વના ૯૦% હીરા સુરતમાં જ કટ અને પોલિશ કરવામાં આવે છે.

સુરતમાં આ સંકટનું કારણ રશિયા પર લાદવામાં આવેલા આંતરરાષ્ટ્રીય આર્થિક પ્રતિબંધો છે. આ પ્રતિબંધોને કારણે ભારત માટે રશિયામાંથી હીરા અને અન્ય રત્નોની આયાત કરવી મુશ્કેલ બની ગઈ છે, જ્યારે રશિયા આ મામલામાં ભારતનો સૌથી મોટો સપ્લાયર છે. સુરતના વેપારીઓ લગભગ ૨૭ ટકા રફ હીરાની રશિયામાંથી આયાત કરતા હતા, પરંતુ યુદ્ધના કારણે હવે આ જથ્થો ગુજરાતના હીરા એકમો સુધી પહોંચતો નથી. જેના કારણે કામગીરી પ્રભાવિત થઈ રહી છે. યુદ્ધ પહેલા ગુજરાત રશિયન હીરા ખાણ કંપની અલરોસા પાસેથી પોલિશિંગ માટે કુલ રફ હીરાના લગભગ ૩૦ ટકા આયાત કરતું હતું. ગુજરાતમાં કાપેલા અને પોલિશ્ડ કરાયેલા હીરામાંથી ૬૦ ટકા રશિયન મૂળના છે, જેમાંથી મોટા ભાગના નાના હીરા છે.

(9:44 pm IST)