Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

રાજ્યના ગૃહ વિભાગનું જાહેરનામું: ફોર વહીલ વાહનમાં ચાલક એક જ વ્યક્તિ હોય તો માસ્ક પહેરવામાંથી મુક્તિ

ડ્રાઈવર સાથે એક અથવા વધારે લોકો વાહનમાં હોય તો માસ્ક ફરજીયાત: ચેકીંગ વેળાએ વાતચીત કરતી વખતે માસ્ક લગાડવું જરૂરી : ડ્રાઈવર્સ સાથે એક થી વધુ વ્યક્તિ હોય તો તમામે માસ્ક પહેરવું પડશે

અમદાવાદ : ગૃહ વિભાગના જાહેરનામા મુજબ રાજ્યમાં ફોર વ્હીલર વાહનમા માત્ર  વાહન ચાલક  પોતે એક જ વ્યક્તિ હોય તો માસ્ક પહેરવામાંથી મુક્તિ અપાઈ છે જોકેડ્રાઈવર સાથે એક અથવા વધારે લોકો વાહન માં  હોય તો માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે.

 બીજીતરફ પોતે જ વાહન ચાલક હોય તેવી વાહન ચાલક આવી એક જ વ્યક્તિ ને પણ જ્યારે સક્ષમ અધિકારી ચકાસણી માટે ઉભા રાખે કે તે વ્યક્તિ અન્ય વ્યકિત સાથે વાતચીત કરે ત્યારે માસ્ક લગાવીને જ વાત કરવાની રહેશે

 જો ફોર વહીલર વાહનમાં ડ્રાઈવર ઉપરાંત એક કે તેથી વધુ મુસાફર હોય તો તમામે ચહેરાના માસ્ક કે કપડાથી ઢાંકી રાખવાનુઁ યથાવત છે

(10:25 pm IST)