Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

નર્મદાના કેવડિયામાં આજે વધુ ૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : બે મહિલાઓ એક બાળકી પોઝિટિવ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામા કેવડિયા એસ આર પી કેમ્પમાં આજે વધુ ૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે
નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ કશ્યપના જણાવ્યા મુજબ ગતરોજ મોકલેલ ૩૨ માંથી ૩ સેમ્પલ કેવડીયાના પોઝિટિવ આવ્યા છે ત્રણ પોઝિટિવમાં બે ૩૦ વર્ષીય મહિલાઓ અને એક ૧૦ વર્ષીય બાળકીનો સમાવેશ થાય છે
હાલ કુલ ૫૫ દર્દી રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં દાખલ છે અને આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૮૮ કેસ કોરોનાના પોઝિટિવ નોંધાયા છે આવે વધુ ૩૩ સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે
કેવડીયામાં વધતા કોરોનાના કેસોને ધ્યાને લઇ કેવડીયાના વેપારીઓએ બપોરે ૧ વાગ્યા સુધી જ બજારો ચાલુ રાખવા નિર્ણય લીધો છે.

(9:32 pm IST)