Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

શામળાજી પોલીસે નેશનલ હાઇવે પરથી કારમાંથી 13 પેટી વિદેશી દારૂના જથ્થા સાથે 3 આરોપીઓની ધરપકડ કરી

મોડાસા:નેશનલ હાઈવેના  શામળાજી ખાતે આવેલા આશ્રમ ચોકડી પાસેથી પસાર થતી કારમાંથી રૂ.૧,૧૯,૬૦૦ ની કિંમતના વિદેશી દારૂની ૧૩ પેટીઓનો  જથ્થો મળી આવ્યો હતો.જોકે કાર ચાલક પોલીસને થાપ આપી ભાગી છુટયો હતો.જયારે જિલ્લા એલસીબી પોલીસે કારમાં સવાર બુટલેગરને ઝડપી પાડયો હતો. પોલીસે કાર સહિત કુલ રૂ.૬,૨૨,૧૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબ્જે લઈ ત્રણ આરોપીઓ વિરૃધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જિલ્લા એલસીબી પોલીસ ટીમ દ્વારા નેશનલ હાઈવે વાહન ચેકીંગને લઈ નાકાબંધી કરાઈ હતી.પોલીસની આ નાકાબંધી દરમ્યાન રાજસ્થાન તરફથી પુરવેગે આવતી કારને એલસીબી પોલીસે આશ્રમ ચોકડી પાસે અટકાવી હતી.પોલીસની નાકાબંધી જોઈ કારનો ચાલક પોતના કબ્જાની કાર માર્ગ પર છોડી ભાગી ગયો હતો.જયારે પોલીસે આ કારમાં સવાર બુટલેગર સોનુ મહેન્દ્રસિંહ રાઠોડ ને ઝડપી લીધો હતો.

(5:40 pm IST)