Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને એક ગાય માટે નિભાવ ખર્ચ પેટે પ્રતિમાસ રૂ, ૯૦૦ની સહાય ચૂકવાશે

ગાય દીઠ મળવાપાત્ર આ સહાય વાર્ષિક રૂપિયા ૧૦,૮૦૦ની મર્યાદામાં મળશે :મુખ્યમંત્રી રૂપાણીનો વધુ એક મોટો નિર્ણંય : રાજ્યના તમામ ખેડૂતોને આવરી લેવાશ

 

અમદાવાદ : રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવાના હેતુસર અને ખેડૂતો દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા થાય માટે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દેશી ગાય આધારિત ખેતી કરતા ખેડૂતો માટે એક ગાય દીઠ રૂપિયા ૯૦૦ની સહાય પ્રતિ માસ આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના આહવાનના પ્રતિસાદ રૂપે રાજ્ય સરકારે ખેડૂતો માટે અનેકવિધ નવતર કાર્યક્રમો, યોજનાઓ અને અભિયાન અમલમાં મુકયા છે જે પૈકી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવા પર રાજ્ય સરકારે ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

 

   કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા જાહેર કરાયેલા ઠરાવ અનુસાર ખેડૂતો માટે અસરકારક કૃષિ વ્યવસ્થાપન, કૃષિ ઉત્પાદનની અનિશ્ચિતતામાં ઘટાડો થાય, કૃષિ ખર્ચમાં ઘટાડો થાય તે માટે મહત્વનો નિર્ણય કરાયો છે. રાજ્ય સરકારે લીધેલા નિર્ણયના પરિમામે દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના થકી COVID-૧૯ મહામારીથી ઉદભવેલ પ્રતિકુળ આર્થિક પરિસ્થિતિમાં રાજ્યના અર્થતંત્રને પુન : વેગવંતુ કરવા માટે ખેડૂતોને આર્થિકરૂપે મદદરૂપ બની રહેશે.
 
દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ પેટે રૂપિયા ૯૦૦ પ્રતિમાસ વાર્ષિક રૂ. ૧૦,૮૦૦ની વાર્ષિક મર્યાદામાં ચૂકવવામાં આવશે. મંજુર કરેલ નિભાવ ખર્ચ માટેના માસિક રૂપિયા ૯૦૦ લેખેની ત્રિમાસિક સહાયની રકમ રૂપિયા ,૭૦૦/- લાભાર્થીના બેંક એકાઉન્ટમાં RTGS/DBTથી જમા કરાવવામાં આવશે અરજીની મંજૂરીની તારીખથી જે તે ત્રિમાસિકના ઉપલબ્ધ ગાળામાં એપ્રિલ થી જુનના ત્રિમાસિકનો નિભાવ ખર્ચ જુલાઈ માસમાં, જુલાઈ થી સપ્ટેમ્બર ત્રિમાસિકનો નિભાવ ખર્ચ ઓકટોબરમાં, ઓકટોબરથી ડીસેમ્બરનો ત્રિમાસિક નિભાવ ખર્ચ જાન્યુઆરીમાં અને જાન્યુઆરી થી માર્ચનો ત્રિમાસિક નિભાવ ખર્ચ એપ્રિલમાં ચુકવાશે. અરજીની મંજૂરી તારીખથી જે તે ત્રિમાસિકના ઉપલબ્ધ સમયગાળા માટે માસિક રૂ. ૯૦૦/- લેખે નિભાવ ખર્ચ ચુકવાશે. જેમાં રાજ્યના તમામ ખેડૂતોને આવરી લેવાનું રાજ્ય સરકારનું આયોજન છે.
 
યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા ખેડૂત લાભાર્થીની પાત્રતા જોઈએતો, અરજદાર ખેડૂત અરજીના સમયે આઈડંટીફીકેશન ટેગ સહિતની એક દેશી ગાય ધરાવતો હોવો જોઇએ અને તેના છાણ મૂત્રથી પ્રાકૃતિક ખેતી કરતો હોવો જોઈશે અથવા જ્યારે પ્રાકૃતિક ખેતી કરતા થશે ત્યાર પછી લાભ મળવાપાત્ર થશે. હાલ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો તથા પ્રાકૃતિક કૃષિની તાલીમ બાદ તૈયાર થયેલ માસ્ટર ટ્રેનર, જો પાત્રતાની શરતો પૂર્ણ કરે તો મંજૂરીમાં તેઓને પ્રાથમિકતા અપાશે.   યોજનાનો લાભ દેશી ગાય ધરાવતા (વિદેશી ગાયો જેવી કે જર્સી અને એચ.એફ. સિવાયની) ખેડૂતે ધારણ કરેલ તમામ જમીનમાં દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મળવાપાત્ર થશે જેમાં વાછરડા ગાય તરીકે ગણાશે નહી. યોજના હેઠળ એક ખાતા દીઠ એક લાભાર્થીને સહાય મળવા પાત્ર થશે. અરજદાર ખેડૂતે પ્રાકૃતિક કૃષિના માસ્ટર ટ્રેનર્સ પાસેથી અથવા પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલ હોવી જોઈએ.
 
રસ ધરાવતા ખેડૂતોએ પોતાની અરજી પ્રોજેકટ ડાયરેકટર, આત્માને ‘‘આઇ ખેડૂત’’ પોર્ટલ પર ઓનલાઈન કરવાની રહેશે. ઓનલાઇન અરજી ગ્રામ કક્ષાએ -ગ્રામ સેન્ટર મારફતે અથવા જ્યાં પણ કોમ્પ્યૂટર-ઇન્ટરનેટની સુવિધા હોય ત્યાંથી કરી શકાશે. ઉપરાંત અરજદાર ભૌતિક અરજી સંબંધિત કચેરીમાં રજૂ કરે તો કચેરીએ સમયમર્યાદામાં પોર્ટલ ખુલ્લુ હોય ત્યાં સુધી પોર્ટલ ઉપર અરજી ચડાવવાની રહેશે. ઓનલાઈન અરજી કર્યા બાદ અરજદારે અરજીની પ્રિન્ટઆઉટ મેળવી તેની ઉપર સહી/અંગુઠો કરી - ની નકલ, સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારનું સંમતિ પત્રક, બેન્ક પાસબુકની નકલ/રદ કરેલ ચેક સામેલ રાખી દિન-૭માં તાલુકાના બીટીએમ/એટીએમ/ ગ્રામસેવક, પ્રોજેકટ ડાયરેક્ટર-આત્માની કચેરીને રજૂ કરવાની રહેશે રજુ કરવાના રહેશે
  અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ખેડૂતો માટે ગુજરાત સરકાર અસરકારક કૃષિ વ્યવસ્થાપન, કૃષિ ઉત્પાદનની અનિશ્ચિતતામાં ઘટાડો થાય, કૃષિ ખર્ચમાં ઘટાડો થાય અને ખેડૂતની આવકમાં વધારો થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત દેશી ગાયના ગોબર અને ગૌમુત્ર થકી ઓછા ખર્ચે ખેતી, પાકની વૃધ્ધિ માટે જરૂરી ઈનપુટ બહારથી લેતાં પ્રાકૃતિક સામગ્રી દ્વારા જાતે બનાવવા. પ્રાકૃતિક ખેતીથી ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો, નહીવત ઉત્પાદન ખર્ચ, વધારે ભાવ, પાણીની બચત થાય અને પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ, પોષણ અને સંવર્ધન થાય તે હેતુસર દેશી ગાય આધારિત સંપુર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટેના નિભાવ ખર્ચમાં સહાય આપવાનો નિર્ણય કરાયો છે.

 

(11:07 pm IST)