Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

ડાયમંડ કંપનીના ત્રણ હજાર કરોડના ઓવરવેલ્યુશન કૌભાડમાં મુંબઈની કંપની સકંજામાં ;નોટિસ ફટાકરાઈ

સુરતની ડાયમંડ કંપની પાસે રફ ડાયમંડ ખરીદ્યા હોવાની આશંકા

 

સુરતનીડાયમંડ કંપનીના ત્રણ હજાર કરોડના ઓવરવેલ્યુએશન કૌભાંડમાં મુંબઈની એક કંપની પણ સકંજામાં આવી છે  સુરતની ડાયમંડ કંપની પાસે રફ ડાયમંડ ખરીદ્યા હોવાની આશંકાને પગલે કસ્ટમ વિભાગે મુંબઈની કંપનીને પણ નોટિસ ફટકારીને રફ ડાયમંડ ખરીદીની ડિટેઈલ સાથે હાજર થવાનું ફરમાન કર્યું છે. મુંબઇ કસ્ટમ વિભાગે અલગ-અલગ કંપનીઓના 14 મિલિયન ડોલરના ડાયમંડ ઓવર વેલ્યુએશન કરીને બતાવાયેલા ડાયમંડનાં 35 પાર્સલ અને 2 કન્સાઇન્મેન્ટ સિઝ્ડ કર્યા છે.

  કૌભાંડમાં પકડાયેલી કંપની પાસે મુંબઇના વિલેપાર્લે ઇસ્ટની ડાયમંડ કંપનીએ રફ ખરીદી હોવાની કસ્ટમને શંકાને પગલે નોટિસ પાઠવી ખુલાસો પુછવામાં આવ્યો છે કે, નાણાકીય વર્ષમાં કંપનીએ ઓવરવેલ્યુએશનના કેસમાં પકડાયેલી કંપની પાસે કેટલા કેરેટ, કેટલા ભાવ અને જથ્થામાં રફ ડાયમંડની ખરીદી કરી છે. વિગતો આપવા માટે કંપનીને 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે. કસ્ટમ એકટ 1962ની જાગવાઇ હેઠળ એપરાઇઝીંગ ઓથોરિટી ઓફિસર રવિન્દ્રસિંગે નોટિસ પાઠવી છે.
  
કસ્ટમને શંકા છે કે સુરતની ડાયમંડ કંપનીએ જે લોટમાં રફ ડાયમંડ ઇમ્પોર્ટ કર્યા છે. તે ડાયમંડ અોવરવેલ્યુએશનવાળા હોવાનો એપરાઇઝલ રીપોર્ટ મળ્યો છે. સુરતની જે કંપની ઓવરવેલ્યુએશન કૌભાંડમાં પકડાઇ છે. તેની બેંક લોન ખુબ ઓછી છે. તેને લીધે ટર્નઓવર ઉપર 4000 કરોડ સુધીની દેશ-વિદેશમાં તેને બેંક ક્રેડિટ મળી છે. જયારે સુરત અને મુંબઇની જે ડાયમંડ કંપનીઅોની બેંક ક્રેડિટ 200 કરોડથી વધુ છે. તેમની બેંક ક્રેડિટમાં 60થી 70 ટકા સુધીનો કાપ મુકવામાં આવ્યો છે

(12:40 am IST)