Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

મહેસાણાના ખેરાલુમાં કોંગો વાયરસથી વૃદ્ધનું મોત, મેડીકલની રેપીડ રિસ્પોન્સ ટીમના ગામમાં ધામા

મૃતદેહને સાત દિવસ ઓબ્ઝર્વેશનમાં રખાશે.

     ફોટો kongo

 

 મહેસાણાના ખેરાલુના એક વૃદ્ધનું કોંગો વાયરસને મોત થયું છે. દર્દીને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. જ્યાં સવારે મોત થયું છે. તેમના મૃતદેહને સાત દિવસ ઓબ્ઝર્વેશનમાં રખાશે. અને સેમ્પલ લઈ એનઆઈવી - પુના ખાતે મોકલાશે. કોંગો ફીવર સામાન્ય રીતે પશુઓમાં હોય છે.

  પશુઓને કરડતાં ઈતરડાં માણસોને કરડે તો કોંગો ફીવર થવાની શક્યતા છે. જોકે આ વ્યક્તિના મોત બાદ ખેરાલુના વાઘવડી ગામમાં મેડીકલની રેપીડ રિસ્પોન્સ ટીમ સહિત કુલ 4 ટીમોએ ધામા નાખી ચેકિંગ હાથ ધર્યું છે

   અત્રે  ઉલ્લેખનીય છે કે કોંગો ફિવરથી દર વર્ષે સરેરાશ 3 મોત થાય છે. અમરેલીમાં 2017માં 3 લોકોના મોત થયા હતા.

(7:17 pm IST)