Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

સુરત મનપાની કચેરી બહાર કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડીયા એકલા ધરણા પર બેસી ગયા !

વરાછા ઝોનમાં સ્ટાફ અને સાધનોની અછત પુરવાની માંગણી

સુરતના વરાછા ઝોનમાં સ્ટાફ અને સાધનોની અછત પુરવાની માંગ સાથે કોંગ્રેસ કોર્પોરેટર દિનેશ કાછડિયા એકલા મહાનગર પાલિકાની મુખ્ય કચેરી બહાર ધરણા ઉપર બેસી ગયા છે.  દિનેશ કાછડીયા કોઈપણ મુદ્દાને સુરતમાં વારંવાર ધરણા પર બેસી જાય છે  એમનો એકપણ કાર્યકર એમની સાથે જોવા મળ્યો નથી

  વરાછા ઝોન વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટો હોવાને કારણે ચુંટાયેલા પ્રતિનિધિઓની અવાર-નવારની સતત માંગણી બાદ જુનો સ્ટાફ અને જુના સાધન સરંજામથી જ ચલાવવામાં આવે છે. જેનાથી નારાજ થયેલા કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડીયા ધરણા  પર બેસી ગયા છે.

(6:13 pm IST)