Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

બનાવટી મચ્છરનાશક ઇન્સેન્સ સ્ટિકના ઉત્પાદકો સામે કડક પગલા લીધા

કૃષિ વિભાગે અમદાવાદ, રાજકોટ, વડોદરામાં

અમદાવાદઃ ગુજરાતના કૃષિ વિભાગે જંતુનાશક ધરાવતી મોસ્કિટો રિપેલ્લન્ટ ઇન્સેન્સ સ્ટિકનું ઉત્પાદન અને વેચાણની માન્યતા રદ કરી છે. હોમ ઇન્સેકટ કન્ટ્રોલ એસોસીએશન (એચઆઇસીએ)ની સાથે કૃષિ વિભાગે અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં ૫ ગેરકાયદેસર ઇન્સેન્સ સ્ટિક ઉત્પાદન પ્લાન્ટ પર દરોડા પાડયા હતા આ કંપનીઓ મંજુરી ન ધરાવતી પ્યોરલેકસ, કિલર સાઇટ્રોનેલ્લા અગરબતી, ડીશી કર્મ્ફટ, જસ્ટ રીલેકસ, આશિકાસ સ્લીપવેલ, ગુડ સ્લીપ, બિગ કિલર, સ્લીપ વેલ, ઓરીજનલ રિલેકસ, બાલાજી રીલેકસ, ગોડ ઝીલા, પરમ પાવર અગરબતી, અને પરમ પાવર જેવી જંતુનાશક ધરાવતી ધન ધુપ અગરબતીઓને કારણે સ્વાસ્થય પર ગંભીર અસર થાય છે.

(3:35 pm IST)