Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

હાઇકોર્ટમાં સનસીનખેજ ખુલાસો

મેં કોંગ્રેસમાંથી રાજીનામુ નથી આપ્યું: અલ્પેશ ઠાકોર

સોશ્યલ મીડીયામાં ફરતો રાજીનામાનો પત્ર કાયદેસર ગણી ન શકાય ગેરલાયકની કાર્યવાહી થઇ ન શકે

અમદાવાદ, તા. ર૭ :  અલ્પેશ ઠાકોરના ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા માટે કોંગ્રેસે કરેલી અરજી મામલામાં ખુદ અલ્પેશ ઠાકોરે મોટો દ્યટસ્ફોટ કર્યો છે. અલ્પેશ ઠાકોરનું ગુજરાત હાઇકોર્ટમાં ચોંકાવનારું સોગંદનામું કર્યું છે. કોંગ્રેસની અરજી કાયદેસર રીતે ટકવા પાત્ર નહિ હોવાની અલ્પેશ ઠાકોરે કોર્ટમાં રજૂઆત કરી છે. અલ્પેશ ઠાકોરનો મોટો ધડાકો કરીને દાવો કર્યો છે કે, તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું નથી આપ્યું. તેના કહેવાતા કથિત રાજીનામાનો સ્વીકાર કે અસ્વીકાર પણ નથી થયો. સોશિયલ મીડિયાના માધ્યમથી તેનું ફરતું થયેલું  રાજીનામું કાયદેસરનું રાજીનામુ ગણી શકાય નહિ અને તેના આધાર ઉપર તેની સામે ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી પણ થઈ શકે નહિ.

કોંગ્રેસના દંડક અશવીન કોટવાલે કહ્યું કે, તેમણે તમામ પદો પરથી રાજીનામુ આપતો પત્ર અમિત ચાવડાને આપ્યો હતો. તેમનો પત્ર કાયદેસર છે. તેમણે પોતાના હસ્તાક્ષરથી પત્ર લખેલો છે, લેટરપેડ પર લખાયેલો છે. અમે તેમનું રાજીનામુ પ્રુફ સાથે રજૂ કર્યું છે. રાજીનામાના આધારે અમે જ કાર્યવાહી શરૂ કરી છે. જયા સુધી ધારાસભ્યના રાજીનામાની અરજી ન મળે ત્યાં સુધી અપીલ દાખલ કરી શકાતી નથી. જો રાજીનામુ નકલી હોય તો કોર્ટે પણ અમારી અપીલ ફગાવાઈ હોત.

ઉલ્લેખનીય છે કે, અલ્પેશે કોંગ્રેસ છોડ્યા બાદ પક્ષ દ્વારા સ્પીકર સમક્ષ તેમને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા રજૂઆત કરાઈ હતી. જોકે, આ મામલે સ્પીકરે કોઈ નિર્ણય ન લેતા સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટ દ્વારા આ અંગે તમામ પક્ષોને નોટિસ પાઠવવામાં આવી હતી. જેના જવાબમાં રજૂ કરેલા સોગંદનામામાં અલ્પેશે પોતે કોંગ્રેસ છોડી જ નથી તેવું કહી લોકોને ચોંકાવી દીધા છે.

એવી પણ ચર્ચા છે કે, અમિત શાહ રથયાત્રા પહેલા ગુજરાત આવી રહ્યા છે તે વખતે જ તેમના હાથે અલ્પેશને કેસરિયો ખેસ પહેરાવી તેમનો ભાજપમાં પ્રવેશ કરાવાઈ શકે છે. અલ્પેશ ઠાકોર હાલ રાધનપુર બેઠકના ધારાસભ્ય છે. ભાજપમાં આવ્યા બાદ તેમને મંત્રીપદું અપાય તેવી પણ અટકળો છે. જોકે, રાજયસભાની ચૂંટણીમાં ભાજપે અલ્પેશના હરીફ એવા જુગલજી ઠાકોરને ટિકિટ આપતા અલ્પેશનું ભાજપમાં કેટલું મહત્વ હશે તે અંગે સવાલ ઉભા કર્યા છે.

૧૦ એપ્રિલે ફેસબુક પેજ પર રાજીનામું આપ્યું......

અમદાવાદ, તા. ૨૭ : એક તરફથી અલ્પેશ ઠાકોરે આજે હાઇકોર્ટમાં સોગંદનામંુ રજૂ કરી પોેતાનો બચાવ રજૂ કર્યાે હતો કે, તેણે કોંગ્રેસના તમામ પદ-હોદ્દા પરથી રાજીનામુ આપ્યું હતુ પરંતુ કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપ્યું ન હતું. જો કે, ચોંકાવનારી વાત એ છે કે, ગત તા.૧૦ એપ્રિલે ખુદ અલ્પેશના ફેસબુક પેજ પર જે રાજીનામા પત્ર મૂકાયો હતો, તેમાં તમામ પદથી રાજીનામાની વાત છે. આમ, અલ્પેશના બેવડા વલણની વાતને લઇ ફરી એકવાર તેની પર સવાલો ઉઠી રહ્યા છે ખાસ કરીને રાજકીય ગલિયારામાં અલ્પેશના વલણને લઇ ફરી એકવાર ચર્ચા તેજ બની છે.

(7:44 pm IST)