Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીને આપશે સુપર કૉમ્પ્યુટર, રિસર્ચ ક્ષેત્રે મોટી ક્રાંતિ આવશે,

સિસ્મિક એનાલિસિસ, ક્લાયમેટ ડેટા પ્રોજેક્શન, બાયો મેડિકલ ક્ષેત્રે ડી એન એ એનાલિસિસ,જેવા ક્ષેત્રોમાં સુપર કમ્પ્યુટર વધુ ઉપયોગી

 

વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીને ગુજરાત સરકાર દ્વારા એક સુપર કોમ્પ્યુટર અપાશે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા રાજ્યમાં 5 શૈક્ષણિક સંસ્થાઓને રિસર્ચ માટે સુપર કોમ્પ્યુટર ફાળવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એમ.એસ.યુનિવર્સિટીની પસંદગી થઈ છે. સુપર કોમ્પ્યુટર આવવાના કારણે રિસર્ચ ક્ષેત્રે ક્રાંતિ આવશે.

એમ.એસ.યુનિવર્સિટીના કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટના એચઓડી અપૂર્વ શાહે જણાવ્યું, “સુપર કોમ્પ્યુટર મળવાથી યુનિવર્સિટીમાં વિશાળ ડેટાના પૃ્થ્થકરણ, અભ્યાસ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ વગેરે ક્ષેત્રે સંશોધન કાર્ય થઈ શકશે. સુપર કોમ્પ્યુટર આવવાને લીધે રીસર્ચ ક્ષેત્રે બહુ મોટી ક્રાંતિ આવશે, હાઈ પર્ફોર્મન્સ કોમ્પ્યુટિંગ ફેસિલિટી ઉપલબ્ધ થવાને લીધે યુનિવર્સિટીમાં રિસર્ચ ક્ષેત્રે પ્રગતિ જોવા મળશે મુખ્યત્વે સિસ્મિક એનાલિસિસ, ક્લાયમેટ ડેટા પ્રોજેક્શન, બાયો મેડિકલ ક્ષેત્રે ડી એન એનાલિસિસ, બિગ ડેટા એનાલીસીસ જેવા ક્ષેત્રોમાં સુપર કમ્પ્યુટર વધુ ઉપયોગી છે સુપર કમ્પ્યુટર હોવાને લીધે મશીન લર્નિંગ અને ઈમેજ પ્રોસેસિંગ માટે મહિનાઓ સુધીનો સમયે લાગતો હતો જે હવે ગણતરીના કલાકોમાં સંભવ થશે. ” સુપર કોમ્પ્યુટર એમ.એસ.યુનિવર્સિટીમાં 2-3 મહિનામાં કાર્યરત થઈ જશે
સુપર કોમપ્યુટર એટલે ખૂબ ઝડપથી કામ કરતું એક વિશિષ્ઠ કોમ્પ્યુટર, કોમ્પ્યુટર સામાન્ય કોમ્પ્યુટરો કરતાં અનેક ગણું ઝડપી અને સ્ટોરેજ ક્ષમતા ધરાવતું હોય છે. ડૉ. શાહના જણાવ્યા મુજબ સુપર કૉમ્પ્યુટરને એક રૂમ જેટલી જગ્યા જરૂરી છે. કોમ્પ્યુટરની સંગ્રહ શ્રમતા ટેરા બાઇટથી ઉપર પેટાબાઇટમાં હોય છે. સુપર કોમ્પ્યુટરની ઓછામાં ઓછી કિંમત રૂ. 50 લાખ જેટલી હોય છે.

(12:55 am IST)