Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

અમીરગઢ બોર્ડરે હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગની ઘટનામાં ફરાર આરોપીની લાશ મળતા ચકચાર

પોલીસ પર યુવકોએ ફાયરિંગ કરતા બે ની અટકાયત થઇ હતી

બનાસકાંઠાની અમીરગઢ બોર્ડર પર સોમવારે પોલીસ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું હતું. પંજાબથી ગોવા જતાં યુવકોની ગાડી પોલીસે રોકાવી હતી. જ્યારે વાહન ચેકિંગ દરમિયાન આ યુવકો પોલીસ પર ફાયરિંગ કરીને ભાગ્યા હતા. જોકે અમીરગઢ પોલીસે ગઈકાલે 2 યુવકોની અટકાયત કરી હતી. પરંતુ બીજા 2 જે યુવકો ભાગી ગયા હતા તેમાંથી એક યુવકની લાશ મળતા પોલીસ દોડતી થઇ છે. જે મૃતક આર્મીમેન હોવાનું જાણવા મળ્યું છે.

અમીરગઢ બોર્ડર ચેક પોલીસના ચેકિંગ દરમિયાન પંજાબથી ગોવા તરફથી રેલવે ગાડી પોલીસે રોકાવી અને વાહનનું ચેકિંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન ગાડીમાં રહેલા 4 યુવકોમાંથી એક યુવકે પોલીસ પર હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે પોલીસ પર ફાયરિંગ કરી આ યુવકો આજુબાજના ખેતરોમાં ભાગી છૂટ્યા હતા. અમીરગઢ પોલીસે આરોપીઓનો પીછો કરી અને તેમાંથી 2 પંજાબી યુવકોની ધરપકડ કરી હતી. પરંતુ જે પ્રકારે બીજા અન્ય 2 યુવકો ભાગ્યા હતા. તેમાંથી 1 યુવકનો મૃતદેહ આજે અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ નજીક ખેતરમાં મળી આવ્યો હતો.

જોકે મૃતદેહ ખેતરમાં મળી આવતા ખેતર માલિકે સવારે મૃતદેહ જોયો હતો અને પોલીસને જાણ કરી હતી. આથી પોલીસે ઘટના સ્થળે દોડી આવી અને મૃતદેહ મામલે તપાસ હાથ ધરી હતી. જ્યારે બીજા બે જે આરોપી પકડાયા હતા તેમને આ યુવકની ઓળખ માટે લવાયા હતા. જોકે પકડાયેલ યુવકોએ મૃતક પોતાનો સાથીદાર હોવાની ઓળખ આપી હતી ત્યારે અમીરગઢ મામલતદાર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

(8:33 pm IST)