Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

વ્યારાના ડોલારા નજીકથી 10 પશુઓને લઈ જવાતા પોલીસે અટકાવ્યા

વ્યારા:ના ડોલારા ગામની હદમાંથી પોલીસે પેટ્રોલીંગ દરમિયાન મહિન્દ્ર પીકઅપમાં ખીચોખીચ ભરીને લઇ જવાતા ૫ વાછરડા અને ૫ ગાયને મુક્ત કરાવ્યા હતા. પીકઅપ તથા પાઇલોટીંગ કરનાર બાઇક મળી કુલ રૃ. ૪.૯૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વાલોડનો એક તથા ઝંખવાવના ૪ મળી કુલ ૫ શખ્સોની અટક કરી હતી.

વ્યારા પોલીસે આજે વ્યારાના મેઘપુર ગામથી ડોલારા તરફ જતા રસ્તે ડોલારા ગામના ઝાડફળિયામાં ખીચોખીચ ગાય અને વાછરડા ભરેલ ટેમ્પો અટકાવ્યો હતો. મહિન્દ્ર પીકઅપ ટેમ્પો (નં. જીજે-૨૬-ટી- ૫૪૧૫)માં તપાસ કરતા અંદર ટુંકીદોરીથી ૫ નંગ ગાય તથા૫ નંગ વાછરડા કુલ કિંમત રૃ.  ૫૫,૦૦૦ને  ખીચોખીચ બાંધ્યા હતા. અંદર ઘાસચારો કે પાણીની પણ સુવિધા ન હતી.

પ્રાથમિક સારવારના મેડિકલ સાધનો કે સક્ષમ અધિકારીના પ્રમાણપત્ર વિના ગેરકાયદેસર રીતે વ્યારા તાલુકામાંથીભરેલ પશુધનને મહારાષ્ટ્રના નવાપુર તરફ લઇ જવાતા હતા. સાથે પોલીસે પીકઅપ ટેમ્પાની આગળ પાઇલોટીંગ કરી જતી હિરોહોન્ડા પ્રો. બાઇક (નં. જીજે-૨૬-એલ- ૫૨૭૨) પણ કબજે લઇ કુલ રૃ. ૪,૯૫,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો

(6:05 pm IST)