Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના નેતૃત્વમાં ગુજરાત પ્રતિનિધિ મંડળ ઇઝરાયેલ ના તલ અવીવ પહોચ્યું : ખેતી અને પાણી ક્ષેત્રે ઇઝરાયલી પધ્ધતિનો ગુજરાતને લાભ અપાવવા આગેકદમ - CM રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઈ અને અન્જનીબેનને તલ અવીવ હવાઈ મથકે ઇઝરાયેલ ના મુંબઈ સ્થિત કાઉન્સેલ જનરલ યાકોવ ફિન્ક્લસ્ટેઇન અને ઇઝરાયેલના ભારતીય રાજદૂતાવાસ ના ડેપ્યુટી ચીફ મિશન અંજુ કુમારે ઉષ્માભર્યો આવકાર આપ્યો હત

ઇઝરાયલમાં સ્વાગત : ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી ઇઝરાયલ પહોંચતા તલ અવીવ હવાઇ મથક ખાતે ઇઝરાયલના મુંબઈ સ્થિત કાઉન્સિલ જનરલ યાકોવ ફિન્ક્લસ્ટેઇન અને ભારતીય રાજદૂતવાસના ડે. ચીફ મિશન અંજુકુમારે તેમને અનર તેમના પત્ની અન્જનીબેનને  આવકારી ચર્ચા કરેલ તે પ્રસંગની તસ્વીર.

ગાંધીનગર તા. ૨૭ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ઇઝરાયેલના છ દિવસીય પ્રવાસે જવા નવી દિલ્હી હવાઇ મથકે પહોચ્યા ત્યારે ઇઝરાયેલના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત ડેનિયલ કાર્મોને તેમની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

શ્રીયુત ડેનિયલ કાર્મોને મુખ્યમંત્રીશ્રી સાથેની વાતચીતમાં કહ્યુ કે ઇઝરાયેલ મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત પ્રતિનિધિ મંડળને આવકારવા ઉત્સુક છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઇઝરાઇલ રાજદૂતને જણાવ્યું કે ગુજરાત જળ વ્યવસ્થાપન અને કૃષિ ક્ષેત્રમાં ઈઝરાઇલની ટેકનોલોજીના ઇનોવેશનના લાભ ગુજરાતના ખેડૂતો અને ખેતીવાડી ક્ષેત્રને મળે તે દિશામાં હકારાત્મક રીતે આગળ વધવા ઇચ્છુક છે.

મુખ્યમંત્રીએ શ્રીયુત ડેનિયલ કાર્મોન સાથેની આ સૌજન્ય મુલાકાતમાં એમ પણ કહ્યું કે, ગુજરાત અને ઈઝરાયલ વચ્ચે કૃષિ ક્ષેત્ર અને ફૂડ પ્રોસેસીંગમાં વેલ્યુ એડીશનની સંભાવનાઓ અને રોકાણોના ફોલોઅપ માટે એક સંયુકત વર્કીંગ ગ્રુપ પણ રચી શકાય.   

મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત પ્રતિનિધિ મંડળ ઇઝરાયેલના મંત્રીઓ, પદાધિકારીઓ તથા કૃષિ, જળ વ્યવસ્થાપન, ઇનોવેશન અને ઇન્ટરનલ સિકયુરીટી તજજ્ઞો સાથે બેઠકો મૂલાકાતો કરશે તે ઇઝરાયેલ-ગુજરાત બન્ને માટે ફળદાયી રહેશે તેમ પણ શ્રીયુત ડેનિયલ કાર્મોને ઉમેર્યુ હતું.

ઇઝરાયેલી રાજદૂતે કહ્યુ કે ભારતના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની ૨૦૧૭ની ઇઝરાયેલ યાત્રાના પ્રતિસાદ રૂપે ઇઝરાયેલી વડાપ્રધાનશ્રી બેન્જિામન નેતાન્યાહુની ભારત-ગુજરાત મૂલાકાતના પરિપ્રેક્ષ્યમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની આ યાત્રા વધુ ફળદાયી બનશે. વર્ષ ૨૦૦૬માં તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની ઇઝરાયેલ યાત્રા બાદ શ્રી વિજયભાઇ રૂપાણીની આ પ્રથમ ઇઝરાયેલ યાત્રા છે.

ઇઝરાઇલ ભૌગોલિક અને કુદરતી રીતે ખેતી થઇ શકે તેવું વાતાવરણ ન ધરાવતું હોવા છતાં એગ્રીકલ્ચરલ ટેકનોલોજીમાં વર્લ્ડ લીડર બન્યું છે અને તાજા ઉત્પાદનોનું મોટુ નિકાસકાર છે તે સંદર્ભમાં ગુજરાતમાં પણ આનો લાભ મેળવી શકાય તે હેતુથી આ મુલાકાત મહત્વપૂર્ણ બનશે.(૨૧.૪)

(2:51 pm IST)