Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી :દરિયાકાંઠાના પંથકમાં ભારે પવન ફૂંકાવાની શકયતા

માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ

અમદાવાદ : ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ આગામી 28 અને 29 મે એ કમોસમી વરસાદ પડી શકે છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની આગાહીને પગલે માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

રાજ્યના ખેડુતોને માઠી બેઠી હોય તેમ એક બાદ એક માવઠું આવી રહ્યું છે. આ તરફ હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરતાં જગતનો તાત ચિંતામાં મુકાયો છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગે રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. 28 અને 29 મેએ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

 

(12:23 am IST)