Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

અમદાવાદના પાલડી, બોડકદેવ અને સોલાની હોસ્પિટલમાં ગેરકાયગેસર ગર્ભ પરીક્ષણમાં વપરાતા મશીનો મળ્યા

આરોગ્ય વિભાગે પાલડીના ડોક્ટર પરાગ શાહની હોસ્પિટલના બે સોનોગ્રાફી મશીન શીલ કર્યા

અમદાવાદમાં અનેક જગ્યા પર ગેરકાયદે ગર્ભપરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ આવી હોસ્પિટલો અને દવાખાનાઓ પર આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો છે. છેલ્લા એક મહિનામાં અનેક જગ્યા પર આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે.

  અમદાવાદના પાલડી, બોડકદેવ અને સોલાની હોસ્પિટલમાં ગેરકાયગેસર ગર્ભ પરીક્ષણમાં વપરાતા મશીનો મળી આવ્યા છે. આરોગ્ય વિભાગે પાલડીના ડોક્ટર પરાગ શાહની હોસ્પિટલના બે સોનોગ્રાફી મશીન શીલ કર્યા છે. કારણ કે, અનઓથોરાઈડ ડોક્ટર વીના ગર્ભ પરીક્ષણ થતું હતું. બીજી તરફ બોડકદેવની વાત્સલ્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટોલમાં ગર્ભ પરીક્ષણ કરતા ડોક્ટર નિકુંજ શાહ અને ડોક્ટર મીનાક્ષી શાહને ઝડપી પાડવામાં આવ્યા છે.

   આ તમામ હોસ્પિટલો અને તેના સંચાલકો સામે PC-PNDT એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદમાં ગર્ભ પરીક્ષણ કરતા ડોક્ટર દંપત્તિની અટકાયત કરાઈ છે, બે હોસ્પિટલોમાં રેડ પાડવામાં આવી હતી.   

(12:10 am IST)