Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

અમદાવાદ એરપોર્ટ પરથી વધુ એક સુવિધા:પેસેન્જર સેલ્ફ ડ્રાઇવંગ માટે ભાડે લઈ શકશે

રીક્ષા કે ટેક્સીની રાહ જોવાને બદલે કાર ભાડે મળશે : ઓટોમેટિક અને મેન્યુઅલ એમ બે પ્રકારની કારના વિકલ્પ મળી રહેશે

અમદાવાદ :હવે અમદાવાદ એરપોર્ટથી અમદાવાદ ફરવા માટે વધુ એક વિકલ્પ ઉપલબ્ધ થયો છે. રીક્ષા કે ટેક્સીની રાહ જોવાને બદલે અમદાવાદ આવતા પેસેન્જર એક બે દિવસ માટે આવે તો તેમને સેલ્ફ ડ્રાઇવિંગનો ઓપ્શન પણ મળશે. એરપોર્ટ ઉપરથી કાર સેલ્ફ ડ્રાઇવંગ માટે ભાડે લઈ પેસેન્જર શહેરમાં કામ પતાવી એરપોર્ટ પરત આવવી પરત જઈ શકે છે. અહી ઓટોમેટિક અને મેન્યુઅલ એમ બે પ્રકારની કારના વિકલ્પ મળી રહેશે.

સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વધુ એક સુવિધા પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવી છે.પ્રવાસીઓ આવે છે ત્યારે કેબ અથવા ઓટો બુકીંગ કરાવીને જવું પડે છે.અને પરંતુ એરપોર્ટ પર રેન્ટ એ સેલ્ફ ડ્રાઈવની સુવિધા આપવામાં આવશે.એરપોર્ટના ટર્મિનલ અંદર જ કાઉન્ટર રાખવાના આવ્યું છે.

પ્રવાસીઓ ટર્મિનલ માં ઉતરતાની સાથે ટેક્સી ,ઓટો, અને સેલ્ફ ડ્રાઇવિંગના ઓપ્શન મળશે.જો કે સેલ્ફ ડ્રાઇવિંગ કરવા માંગતા હશે.તો કાઉન્ટર પર રજિસ્ટ્રેશન કરાવીને ગાડીને ચાવી મેળવી શકશે.ગાડીમાં જીપીએસ લગાવવા આવ્યા છે જેના કારણે કોઈ છેતરપીંડી ન કરી શકે.સાથે ગાડીનો દૂર ઉપયોગ ન થાય.તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે.

અમદાવાદ આવતા બિઝનેસ પેસેન્જર કે પેસેન્જર એક બે દિવસ માટે આવે તો તેમને સેલ્ફ ડ્રાઇવિંગ નો ઓપ્શન પણ મળશે. જેમાં મુસાફરો એરપોર્ટ ઉપરથી કાર સેલ્ફ ડ્રાઇવીગ માટે ભાડે લઈ શહેરમાં કામ પતાવી એરપોર્ટ પરત આવી શકે છે. જ્યાં ઓટોમેટિક અને મેન્યુઅલ એમ બે પ્રકારની કારના વિકલ્પ રાખવામાં આવ્યા છે.

જેથી મુસાફરોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે. અને સુવિધાનો લાભ પણ લઈ શકે.જેમાં 8 કલાકનું ગાડીનું ભાડું 1400 રૂપિયા રખાયું છે. તો 2હજાર સુધી પણ ખર્ચ થઈ શકે છે.

અમદાવાદ રોજના 20 હજારથી વધુ પ્રવાસીઓની અવર જવર થાય છે.ત્યારે પ્રવાસીઓ માટે સલામતી અને સારી વ્યવસ્થા મળી રહે તેના માટે એક પછી એક સુવિધા વધારવામાં આવી રહી છે

(9:23 pm IST)