Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

માસુમ બાળકીને બરફની લાલચ આપી અમદાવાદના દૂધેશ્વરમાં પાડોશી નરાધમે દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ

અમદાવાદ: અમદાવાદમાં છેડતીના બનાવો વધતા મહિલાઓની સુરક્ષાઓ સામે સવાલો ઉપસ્થિત થઇ રહ્યા છે, દૂધેશ્વર વિસ્તારમાં પડોશીએ પોતાના દીકરી સમાન માસૂમ બાળકીને બરફ ખવડાવવાના બહાને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. માધુપુરા પોલીસે આરોપી સામે પોક્સો કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે કે  દૂધેશ્વર વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવાર દ્વારા માધુપુરા પોલીસ સ્ટેશનમાં પડોશી યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે  ફરિયાદી ત્રણ વર્ષની દિકરી ગઇકાલે સાંજે૬ વાગે  ઘર આગળ રમતી હતી. આ સમયે આરોપી તેને બરફ ખવડાવાની લાલચ આપીને રિક્ષામાં બેસાડીને લઇ ગયો હતો.

બરફ ખવડાવ્યા બાદ માસૂમ બાળકીને સાથે શારિરિક અડપલાં કરીને દૂષ્કર્મનો પ્રયાસ કર્યો હતો, બાદમાં બાળકીને તેના ઘર પાસે ઉતારીને આરોપી નાસી ગયો હતો. બાળકી રડતી રડતી ઘરે જતાં માતા-પિતાને બાળકીને વાત કરી હતી જેને લઇને પરિવારજનો બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા ત્યારબાદ આરોપી સામે ફરિયાદ કરતાં માધુપુરા પોલીસે આરોપી સામે ગુનો નોંધીને વિકૃત માનસિકતા ધરાવ તા શખ્સની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

(6:24 pm IST)