Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

વડોદરામાં દેશી દારૂમાં વપરાતો 11.21 લાખનો અખાદ્ય ગોળનો જથ્થો ઝડપી પોલીસે તજવીજ હાથ ધરી

વડોદરા:શહેરના છેવાડે અટલાદરા વિસ્તારના એક ગોડાઉનમાં દેશી દારૃના બનાવવા માટે ઉપયોગમાં લેવાતો અખાદ્ય ગોળનો રૃા.૧૧.૨૧ લાખનો મુદ્દામાલ મળતા કબજે કરી માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગેની વિગત એવી છે કે બીલ ગામ રોડ પર વ્રજવાટિકા એપાર્ટેમેન્ટ નજીકના એક ગોડાઉનમાં અખાદ્ય ગોળનો મોટો જથ્થો ઉતરે છે તેવી બાતમીના આધારે શહેર પીસીબી શાખાએ દરોડો પાડયો હતો. ગોડાઉનમાં હાજર માલિક પ્રિયલ ઠાકોરભાઇ સુખડિયા (રહે.લકુલેશનગર સોસાયટી, શારદા  હાઇસ્કૂલ પાસે, પાદરા) પાસે પોલીસે  ગોળનો ટેસ્ટીંગ રિપોર્ટ માંગતા માલિક પાસે ન હતો જેથી એફએસએલની ટીમ બોલાવીને તપાસ કરાવતા અખાદ્ય ગોળ હોવાનો પ્રાથમિક રિપોર્ટ આપ્યો હતો. પોલીસે ગોડાઉનમાંથી કુલ રૃા.૧૧.૨૧ લાખ કિંમતનો ૪૪૮૫૦ કિલોગ્રામ અખાદ્ય ગોળનો જથ્થો જપ્ત કરી માંજલપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે જાણવાજોગ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે એફએસએલના અંતિમ રિપોર્ટ બાદ વધુ કાર્યવાહી હાથ ધરાશે. વેપારી કોને કોને અખાદ્ય ગોળનું વેચાણ કરતો  હતો તે અંગે પોલીસે વધુ તપાસ શરૃ કરી છે.

(6:22 pm IST)