Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

અમદાવાદ - મહેસાણા હાઇવે લકઝરી બસને અકસ્માત : 14 લોકોને ઇજા

ભાસરીયા ચોકડી પાસે બસ ડિવાઈડર પર ચઢી ગઈ : લાંઘણજ ઘટના સ્થળે પહોંચી : ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા

અમદાવાદ-મહેસાણા હાઇવે પર એક લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં 14 જેટલા લોકોને ઈજા પહોંચી છે. મળતી માહિતી પ્રામણે ભાસરીયા ચોકડી પાસે આ બનાવ બન્યો હતો. જેમાં એક લક્ઝરી બસ હાઇવે પરના ડિવાઇડર પર ચઢી ગઈ હતી. જેના પગલે બસમાં સવાર 14 લોકોને નાની મોટી ઈજા પહોંચી છે. અકસ્માતમાં ઘાયલોને સારવાર માટે અમદાવાદ અને મહેસાણા ખાતે ખસેડવામાં આવ્યા છે. આ મામલે લાંઘણજ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ આદરી છે

અકસ્માતનો બીજો એક બનાવ નર્મદાના સામરપાડા પાસે બન્યો છે. જેમાં નર્મદાના બેડવાણથી અંકલેશ્વર જતી એસ.ટી. બસને અકસ્માત નડ્યો છે. બાઇક ચાલકને બચાવવા જતાં બસના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. બસમાં કુલ 58 લોકો સવાર હતા. તમામને નાની મોટી ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે ડેડિયાપાડા રેફરલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાંથી વધારે ઈજાગ્રસ્ત લોકોને રાજપીપળા ખાતે ખસેડવામાં આવ્યા છે.

(4:06 pm IST)