Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

નવતર ઠગાઈ :અપગ્રેડ કરવાના બહાને મોબાઈલનું સિમકાર્ડ ક્લોન કરીને 2.54 લાખની લોન લઈ લીધી

મનપાના કર્મચારીઓનું સિમ ક્લોન કરીને ઓનલાઇન લોન લઇને ઠગાઈ મામલે નારણપુરા પોલીસે રાઘવ શર્મા નામના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો

 

અમદાવાદ : અમદાવાદમાં નવતર ઠગાઇનો કિસ્સો બહાર આવ્યો છે જેમાં મોબાઈલ ફોનનું સિમકાર્ડ અપગ્રેડ કરવાના બહાને ઠગે મ્યુન્સિપલ કોર્પોરેશનના કર્મચારીના મોબાઈલનું સિમકાર્ડ ક્લોન કરી રૂ.2.54 લાખની ઓનલાઈન લોન લઈને ઠગાઈ આચરી હતી. મામલે નારણપુરા પોલીસે રાઘવ શર્મા નામના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે

  અંગે મળતી વિગત મુજબ નારણપુરાની હરિસિદ્ધ કૃપા સોસાયટીમાં રહેતા અને કોર્પોરેશનમાં ક્લાર્ક તરીકે પાલડી ખાતેના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમમાં ફરજ બજાવતા મયુર કેશવલાલ પઢારે પોલીસમાં મંગળવારે સાંજે ફરિયાદ દાખલ કરાવી હતી. જે મુજબ 4 દિવસ અગાઉ મયુર પર રાઘવ શર્મા નામના શખ્સનો ફોન આવ્યો હતો અને તેણે પોતે આઈડિયામાંથી બોલતો હોવાનું જણાવી તેનું સિમકાર્ડ 4Gમાં અપગ્રેડ કરવું પડશે, નહી તો કાર્ડ બંધ થઈ જશે તેમ જણાવ્યું હતું. જે બાદમાં રાઘવે મયુરને તમારા મોબાઈલમાં જે મેસેજ આવે તે 12345 પર મોકલજો તેમ કહ્યું હતું. રાઘવ જે મેસેજ મોકલતો તે મયુર જણાવેલા નંબર પર સેન્ડ કરતો હતો અને પછી આરોપીએ તમારું કાર્ડ 24 કલાક બાદ ચાલુ થશે તેમ કહી ફોન મૂકી દીધો હતો.

(12:08 am IST)