Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

આયુર્વેદિક ચિકિત્સા કોરોના રોગ સામેના જંગમાં કારગર

હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ પણ કારગર : વલસાડ જિલ્લામાં સાત લાખથી વધુ નાગરિકોને અમૃતપેય ઉકાળો અને હોમિયોપેથી દવાનું વિતરણ કરવામાં આવ્યું

અમદાવાદ,તા.૨૭ : આયુર્વેદનું મુખ્ય પ્રયોજન છે, સ્વળ સ્થપસ્યવ સ્વાતસ્ય્ ઉ  રક્ષણમ આતુરસ્યા વિકાર પ્રશમન ચ' અર્થાત્ પ્રથમ સ્વુસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું અને જો રોગ થાય તો રોગને પણ દૂર કરવો. આમ આયુર્વેદ માત્ર ચિકિત્સા શાસ્ત્ર નથી, પરંતુ જીવન જીવવાની કલા દર્શાવતું વિજ્ઞાન છે. આયુર્વેદમાં રોગોના ઉપચારની સાથે સદવૃત્ત અને સ્વસસ્થીવૃત્તના વર્ણન દ્વારા સ્વાસ્થ  જીવનશૈલી ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યોન છે. કોવિડ-૧૯એ આખી દુનિયાને બાનમાં લીધી છે અને આરોગ્યણક્ષેત્રે અતિસમૃદ્ધ દેશો પણ આ વાઇરસ સામે વામણા પુરવાર થયા છે, ત્યારે આ જંગમાં પ્રાચીન ભારતીય આયુર્વેદ અને હોમિયોપેથી ચિકિત્સાસ કારગત નીવડી રહી છે. આ માટે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ભારત સરકારના આયુષ મંત્રાલયની સૂચનાથી રાજ્ય આયુષ નિયામકની કચેરી દ્વારા અમૃતપેય ઉકાળો, સંશમનીવટી તેમજ હોમિયોપેથિક દવા આર્સેનિક આલ્બ મ-૩૦નું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે ઉપચાર ખરા અર્થમાં કારગત નીવડી રહ્યો છે.

જે અંતર્ગત વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં પાંચ લાખથી વધુ નાગરિકોને અમૃતપેય ઉકાળો તથા સંશમનીવટીનું નિઃશુલ્ક વિતરણ કરાયું છે. જ્યારે હોમિયોપેથિક દવા આર્સેનિક આલ્બ મ-૩૦ પોટેન્સીનની દવા બે લાખથી વધુ લોકોને આપવામાં આવી છે. જેમાં પોલીસ વિભાગ, આરોગ્યા વિભાગ, વીજકર્મીઓ, સિવિલ હોસ્પિીટલ, આરપીએફ સ્ટાઅફ સહિતના કર્મચારીઓને પણ આવરી લેવાયા છે. જિલ્લાના સરકારી આયુર્વેદ દવાખાના અને હોમિયોપેથી દવાખાના દ્વારા જિલ્લાના ક્વૉરન્ટાઇન સેન્ટાર ખાતે દાખલ દર્દીઓને ઉકાળો તેમજ દવાઓ સતત સાત દિવસ સુધી આપવામાં આવે છે. આ પ્રકારના ૧૮૦થી વધુ દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો  છે.

(10:07 pm IST)