Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

રાત્રીના સાત વાગ્યા પછી પણ લોકો લટાર મારવા નીકળે છે

કર્ફ્યુ હોવા છતાં લોકો રાત્રીમાં બહાર નીકળે છે : પોલીસનું ચેકિંગ હોવા છતાં પણ બુટલેગરો બેફામ રીતે પોતાનું કામ કરી રહ્યા : પોલીસની કામગીરી પર સવાલ

અમદાવાદ,તા.૨૭ : ગુજરાત રાજ્યમાં લોકડાઉન-૪માં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જનતાને છુટ છાટ આપવામાં આવી છે. લોકોને સવારના સાતથી રાત્રના સાત વાગ્યા સુધી ધંધો રોજગાર કરવાની છુટ આપવામાં આવી છે. રાત્રીના સાત વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. જ્યારે ઇમરજન્સી સેવાઓં ચાલુ રાખવામાં આવી છે. લોકોને જાણે કોરોનાનો ભય હોય ના તેમ રાત્રીના ગાળામાં ફરી રહ્યા છે. લોકો જેમ ફરી રહ્યા છે ત્યારે પોલીસની કામગીરી ઉપર પણ સવાલ થઈ રહ્યા છે. હજુ પણ લોકો સાત વાગ્યા પછી લોકો લટાર મારવા નીકળી રહ્યા છે. એક તરફ અમદાવાદમાં કોરોના પોઝિટિવનો આંકડો વધતો જઈ રહ્યો છે. અમદાવાદમાં રોજના ૨૫૦-૩૦૦ કેસો નોંધાઈ રહ્યા છે. મોતનો આંકડો પણ વધી રહ્યો છે. ત્યારે લોકોને ઘરમાં રહેવાની સુચનાઓ આપવામાં આવી રહી છે. ગુજરાતની જનતાએ કર્ફ્યુનું પાલન કરવું જ નથી તેવું લાગુ રહ્યું છે. પોલીસની પણ કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે.

               પોલીસ પણ ક્યાંક ને ક્યાંક નરમ દેખાઈ રહી છે. રાત્રીના સાત વાગ્યા પછી કર્ફ્યુ હોવા છતાં પણ અમુક વિસ્તારોમાં વધુ પડતી સાધનોની અવર જવર ચાલુ જ રહે છે. લોકો પણ કામ સિવાય બહાર નીકળી રહ્યા છે. લોકડાઉન-૪ ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ લોકો દારૂનું વેચાણ કરી રહ્યા છે. પોલીસનું ચેકિંગ હોવા છતાં પણ બુટલેગરો પોતાનો માલ આરામથી સપ્લાય કરી રહ્યા છે. બુટલેગરોને જાણે પોલીસનો ડર રહ્યો જ નથી તેમ લાગી રહ્યું છે. બુટલેગરો પણ બેફામ રીતે પોતાનું કામ કરી રહ્યા છે. લોકડાઉન-૪ જાણે કાગળ પર જ રહી ગયું હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે લોકો રાત્રીના ગાળામાં પણ કામ સિવાય બહાર નીકળી રહ્યા છે અને બુટલેગરો પણ પોલીસ ડર સિવાય પોતાનું કામ કરી રહ્યા છે.

(10:01 pm IST)