Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

નર્મદાના ધારીખેડા સુગર પાસે સગીરાને ધમકી આપી ગર્ભવતી બનાવનાર યુવાન સામે બળાત્કારનો ગુનો નોંધાયો

મહારાષ્ટ્રથી મજૂરી કામે આવેલા યુવાને 16 વર્ષની બાળકીને મારી નાખવાની ધમકી આપી બદકામ કર્યા બાદ એ ગર્ભવતી બનતા ફરિયાદ દાખલ

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલી ધારીખેડા સુગર ફેક્ટરી પાસે રહેતા મહારાષ્ટ્રના મજૂરી કામ કરતા લોકો પૈકી એક સગીર વય ની બાળાને ધમકી આપી બળાત્કાર કરી ગર્ભવતી બનાવી હોવાની યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્ર તરફ ના કેટલાક મજૂરો ધારીખેડા સુગર પાસે રહેતા હોય એ પૈકી ગત નવેમ્બર 2019થી માર્ચ 2020 દરમિયાન એક સગીર વયની 16 વર્ષની બાળા પણ ત્યાં રહેતી હતી જેને ત્યાંજ મજૂરો સાથે રહેતા જીતુ નામના એક યુવાને એક વખત બાળાને મારી નાંખવાની ધમકી આપી શરીર સંબંધ બાંધ્યો ત્યાર બાદ બીજી બખત પણ આ બાળાના ભાઈને મારી નાખવાની ધમકી આપી ફરી બળાત્કાર કરતા તબીબી તપાસમાં સગીર બાળા ગર્ભવતી હોવાની વાત સામે આવતા હવસખોર જીતુ જેના પુરા નામની ખબર નથી તેના વિરુદ્ધ ફરિયાદ થતા આમલેથા પોલીસે બળાત્કાર, ધમકી અને પોસ્કો સહિત ની કલમો સાથે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(7:02 pm IST)