Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

દેડીયાપાડા CPI સાથે રકઝક કરનાર BTP કાર્યકર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

પોલીસના માણસો હજાર-હજાર રૂપિયા ઉઘરાવે છે તેવા આક્ષેપો સાથેના વાયરલ વિડીયો પ્રકરણમા નવો વળાંક

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : તા.25 મેં ના રોજ દેડીયાપાડા પોલીસના માણસો રમઝાન ઈદ તથા કોરોના ગાઇડલાઇનના અમલ બાબતે વાહનો ચેકીંગ અને પેટ્રોલિંગમા હતાં.પોલીસના માણસો મોઝદા રોડ ઉપર કાચો માલ લઈને ડેડીયાપાડાના બજારમા વેચવા આવતાં તેમને રોકીને યેનકેન પ્રકારે નાણાં પડાવી રહ્યાં હોવાની કોઈકે ફરીયાદ કરતાં BTP ના કાર્યકર ચૈતરભાઈ દામજીભાઈ વસાવા અને અન્ય એક સાથી કાર્યકરને લોકોએ ફરીયાદ કરતાં તેઓ ડેડીયાપાડા CPI ચૌધરી પાસે આ બાબતની ફરિયાદ કરવા પહોંચ્યા હતા અને આ બાબતનો વિડીયો બનાવ્યો, વિડીયોમા બતાવ્યા મુજબ BTP ના કાર્યકરો CPI ચૌધરીને એ બાબતની ફરિયાદ કરી રહ્યાં હતાં કે પોલીસ ના માણસો અવર જવર કરતા લોકોને અટકાવીને હજાર-હજાર રુપિયા ઉઘરાવી રહ્યા છે આમ ખોટી રીતે લોકો ને રંજાડવાનુ બંધ કરો તેમ જણાવ્યું હતું.ત્યાર બાદ CPI ચૌધરી ત્યાંથી રવાના થઈ ગયાં હતાં.
  હવે આ વિવાદ મા નવો વળાંક આવ્યો છે અને BTP કાર્યકર અને અન્ય એક સામેપ પોલીસના કામમા અડચણ ઉભી કરવાના આરોપો સાથે ગુનો દાખલ કર્યો છે. જેમાં બનાવની વિગતો પ્રમાણે તા.25 મેં ના રોજ સી.પી.આઈ પી.પી. ચૌધરી ઈદ તેમજ કોરોના મહામારી સંદર્ભે બંદોબસ્તના કામે હતા તે દરમિયાન એક ટેમ્પો ઈંટો ભરીને મહારાષ્ટ્ર ખાતે જતો હતો, તેને અટકાવી ને જરુરી કાગળો માંગતા ઉપલબ્ધ ન હોય તેને ડીટેન કરી પોલીસ સ્ટેશને જમા લીધેલ તે દરમિયાન BTP કાર્યકર ચૈતરભાઈ દામજીભાઈ અને અબ્બાસ નાસીર પંજવાણી ઈંટ ભટ્ટા ના માલીકે મોઢાં ઉપર માસ્ક ધારણ કર્યા વગર ઘરની બાહર નિકળી આવી પોલીસ ઉપર વાહન ચાલકો પાસેથી પૈસા કેમ ઉઘરાવો અને હેરાન કરો છો તેવા આક્ષેપો કરી વિડીયો ઉતારી વાયરલ કરી પોલીસ વિરુદ્ધમા પ્રજા ને ઉશ્કેરવાનો પ્રયાસ કરી સુલેહ શાંતિ જોખમ મા મુકાયેલી તે રીતનુ ઉશ્કેરણી જનક ઉચ્ચારણો કરી ગુનો કરવામા એક બિજાની મદદ કરતાં સી.પી.આઈ પી.પી ચૌધરી એ આ બન્ને સામે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમા પોતેજ ફરિયાદી બની ફરિયાદ આપી છે. ગુનાની વધુ તપાસ પો.સ.ઈ એ.આર.ડામોર ચલાવી રહ્યા છે.
આમ પોલીસ ના માણસો નિર્દોષ વાહન ચાલકો પાસે થી પૈસા ઉઘરાવી રહ્યા છે તેવા આક્ષેપો સાથે ના વાયરલ વિડીયો પ્રકરણ બાદ હવે એક નવો વણાંક આવવા પામ્યો છે.

(7:00 pm IST)