Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

માલપુરમાં આવેલ કસ્બા વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી રોડ પર ફરી વળતા લોકોને હાલાકી:સ્વાસ્થ્યને જોખમ

માલપુર: શહેર માં આવેલ કસ્બા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમય થી ગટરનું ગંદુ પાણી રોડ ઉપર વહી રહયું છે.જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે.વારંવાર ગ્રામ પંચાયત ને રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ કાર્યવાહી હાથ ધરાતા વિસ્તાર ના લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે.સત્વરે રોડ ઉપર વહેતા ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

માલપુર ગ્રામ પંચાયતના વોર્ડ નં. માં આવેલ કસ્બા વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી રોડ ઉપર છેલ્લા કેટલાય માસથી વહી રહયું છે.ગ્રામ પંચાયત ના ચૂંટાયેલા સભ્યો તેમજ વહીવટી કર્મચારીઓને અંગે લેખિત રજૂઆત કરવામાં આવી છતાંય તંત્ર આંખ આડા કાન કરી રહયું છે.ગટરનું ગંદુ પાણી રોડ ઉપર ફેલાતાં અતિશય મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે.

(5:49 pm IST)