Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

ગાંધીનગર શહેર નજીક ઉનાવા પાસે નોકરી કરી ઘરે પરત ફરતા યુવકની કાર ઝાડ સાથે અથડાતા માથાના ભાગે ગંભીર ઇજાથી ઘટનાસ્થળેજ મૃત્યુ

ગાંધીનગર: શહેર નજીક ઉનાવા ગામ પાસે આજે સવારે ગીફટ સીટીમાંથી સિકયોરીટી ગાર્ડની નોકરી પુરી કરી યુવાન ઘરે પરત ફરી રહયો હતો તે દરમયાન તેનું બાઈક ઝાડના થડ સાથે અથડાતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સ્થળ ઉપર મોત નીપજયું હતું. ઘટના અંગે તેના પરિવારજનોને જાણ કરતાં પેથાપુર પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ શરૂ કરી હતી

લોકડાઉન ખુલતાંની સાથે હવે વાહન વ્યવહાર પૂર્વવત થઈ ગયો છે ત્યારે નાના મોટા અકસ્માતના બનાવો પણ વધી રહયા છે ત્યારે ગઈરાત્રે સર્જાયલા અકસ્માતમાં વિજાપુરના ધનપુરા ગામે રહેતાં યુવાનનું મોત થયું છે. ધનપુરા ગામમાં રહેતો યુવાન દીલીપ અમરતભાઈ પટેલ ગાંધીનગર ગીફટસીટીમાં સિક્યોરીટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. તેની નાઈટ શીફટ પુરી કરીને મંગળવારે સવારે તેનું બાઈક લઈને તેના ઘરે ધનપુરા જવા માટે નીકળ્યો હતો

(5:46 pm IST)