Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

વડોદરામાં લોકડાઉનમાં આંતરિક સંબંધોમાં પણ ખટાશઃ પુત્રએ સગી જનેતાને ત્રાસ આપવાની સાથે ખાવા-પીવાનું પણ આપવાનું બંધ કરી દેતા મામલો કલેકટર કચેરીમાં

વડોદરા: હાલ લોકડાઉનનાં કારણે મોટા ભાગના નાગરિકો ઘરમાં પુરાયેલા છે. ઘરમાં પુરાઇ રહેવાનાં કારણે મનૌવજ્ઞાનિક, શારીરિક અને સામાજિક અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાઇ રહી છે. પતિ પત્ની, પરિવારનાં લોકોના આંતરિક સંબંધોમાં પણ ખટાશ જોવા મળી રહી છે. વડોદરામાં આવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પુત્રએ પોતાની સગી જનેતાને માત્ર ત્રાસ આપ્યો પરંતુ ખાવા પીવાનું પણ બંધ કરી દેતા જનેતા કલેક્ટરને રજુઆત કરવા પહોંચી હતી.

કલેક્ટર કચેરીમાં સવારે ખુબ આક્રંદ કરતી એક મહિલાને સમગ્ર સંકુલનું ધ્યાન ખેંચ્યું હતું. મહિલા સતત કલેક્ટરને મળવાનું રટણ કરી રહી હતી. જેથી કલેક્ટર પોતે મહિલાને મળવા માટે પહોંચ્યાં. જ્યાં મહિલાએ પોતાનો દિકરો તેના પર ત્રાસ ગુજારતો હોવાની સાથે સાથે તેને જમવાનું પણનહી આપતો હોવાની કેફિયત કલેક્ટર સમક્ષ આપી હતી. કલેક્ટરે તુરંત 181 અભયમની ટીમ બોલાવીને સમગ્ર મુદ્દે ધ્યાન આપવા માટે જણાવ્યું હતું. જેથી ટીમ રાધા બહેનને લઇને રવાના થઇ હતી.

જો કે રાધા બહેનની આપવીતી સાંભળીને કલેક્ટરથી માંડીને સૌકોઇ સ્તબ્ધ થઇ ગયા હતા. કળીયુગી પુત્ર પર ચારેતરફથી ફિટકાર પરસાવવા લાગ્યા હતા. કેટલાક લોકો રાધા બહેને ખાવાનું નહી મળતા હોવાની કેફિયત આપતા નાસ્તો લેવા દોડી ગયા હતા. બપોર હોવાના કારણે કેટલાક લોકોએ જમવા અંગે પણ પુછપરછ કરી હતી. જો કે રાધા બહેને પોતાનાં ઘરે વ્યવસ્થા કરી આપવા માટેની ઇચ્છા વ્યક્ત કરી હતી.

હાલ તો લોકો આવા કળીયુગી સંતાનને સખતમાં સખત સજા થાય તેવી વાતો કરી રહ્યા છે. કલેક્ટર દ્વારા ગણ 181ની ટીમને સુચના આપવામાં આવી છે કે, સામ દામ દંડ ભેદ દ્વારા સમગ્ર મુદ્દાનો ઉકેલ લાવવામાં આવે. શક્ય હોય ત્યાં સુધી સમગ્ર મુદ્દો વિવાદ વગર પુર્ણ થાય તે જરૂરી છે.

(5:06 pm IST)